ખીજદડના યુવાનની હત્યામાં આરોપીની ધરપકડ

  • November 23, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબી અને કલ્યાણપુર પોલીસે ગણતરીના દિવસમાં આરોપીને રાવલમાંથી પકડી પાડયો


કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામમાં યુવાનની નિર્મમ હત્યા નિપજાવીને નાશી છુટેલા આરોપીને એલસીબી અને કલ્યાણપુર પોલીસે રાવલમાંથી પકડી પાડી પુછપરછ હાથ ધરી છે.


દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામમાં તા. 20 રાત્રીના સુમારે કથીત પ્રેમ પ્રકરણની અદાવત સબંધે વિરમદેવસિંહ કરણુભા જાડેજા નામના યુવાનની તિક્ષણ હથિયાર વડે હત્યા નિપજાવવામાં આવી હતી, આરોપી નાશી છુટયો હતો આ બનાવમાં મૃતકના ભાઇની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે ચંદ્રસિંહ રતુભા જાડેજા નામના શખ્સ સામે ગુનો નોઘ્યો હતો.


હત્યાના બનાવમાં આરોપીને પકડી પાડવા એસપી પાંડેયની સુચના હેઠળ એલસીબી પીઆઇ કે.કે. ગોહીલ, કલ્યાણપુર પીઆઇ રાજવીની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એએસઆઇ સજુભા, હેડ કોન્સ સહદેવસિંહ, કલ્યાણપુરના લખમણભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આરોપી બાબતે હકીકત મળતા રાવલ વિસ્તારમાંથી આરોપી ચંદ્રસિંહને પકડી પાડયો હતો અને વધુ પુછપરછ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application