કુતિયાણામાં યુવાન ઉપર થયેલા ખુની હુમલાના કેસમાં આરોપીઓ ઝડપાયા

  • May 29, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુતિયાણામાં મિલ્કતના મનદુ:ખમાં યુવાન ઉપર તેના સગાભાઇ બે ભાભી અને ભત્રીજા સહિત પાંચ લોકોએ હુમલો કરતા હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ થતા પોલીસે આરોપીઓની અટકાયત કરી લીધી છે.  મૂળ કુતિયાણાના બહારપુરામાં તથા હાલ પોરબંદરના એરપોર્ટ સામે રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશ નાથાભાઇ ઓડેદરા નામના ૩૭ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા નાથાભાઇ ઓડેદરા મૃત્યુ પામ્યા પછી ભાઇઓની મિલ્કત બાબતે ભાગ પાડવાની વાતચીત ચાલુ હતી અને તે બાબતે નાના ઝઘડા પણ થયા હતા.
તા. ૨૭-૫ના બપોરે ફરીયાદી દિવ્યેશ ઓડેદરા તથા તેના મિત્રો  ક્રેટા કારમાં કુતિયાણા ગયા હતા  દિવ્યેશનો ભાઇ કા‚ નાથા ઓડેદરા અને ભત્રીજો આકાશ દીપક ઓડેદરા બંનેને ફરિયાદીને ‘તું ઘરે કેમ આવ્યો છે? ’ તેમ કહેતા ફરિયાદીએ, ‘હું બાના ખબર અંતર પૂછવા અને મળવા આવ્યો છું.’ તેમ કહેતા ફરિયાદીનો ભાઇ કા‚ અને બે ભત્રીજા કૃણાલ અને આકાશ તથા બંને ભાભીઓ શોભનાબેન કાળુ અને શોભનાબેન દીપક ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ  કાળુએ ધોકાવડે અને છરીથી માર માર્યો હતો. મિત્રો બચાવવા વચ્ચે આવતા તેમને ભગાડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ  ફરિયાદીને માર મારીને ‘આજે તો તને જવા જ નથી દેવો પતાવી જ નાખવો છેે.’ તેમ કહીને ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો અને કુતિયાણા પોલીસે આ બાબતમાં ગુન્હો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application