BREAKING NEWS

જામનગર : પોકસોના ગુનામાં એરપોર્ટ ખાતેથી આરોપીની ધરપકડ

  • February 13, 2026 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સીટી-એ ડીવીઝનના પોકસોના એક ગુનામાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે અમદાવાદ એરપોર્ટ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


જામનગર એસપી ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ એસપી પ્રતિભા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ આથી ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન મુજબ આ દીશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.


દરમ્યાન સીટી-એ ડીવીઝનના પોકસો સહિતની કલમ હેઠળ ગત તા. ૨૧-૧૨-૨૫ના ગુનો દાખલ થયો હતો જે કામનો આરોપી નાસતો ફરતો હોય અને કોર્ટમાંથી બીએનએસ કલમ ૭૨નો વોરન્ટ કઢાવવામાં આવ્યો હતો જે અનુસંધાને સીટી-એ ડીવીઝન પીઆઇ ચાવડાની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફને હકીકત મળેલ કે ગુનાનો નાસતો ફરતો આરોપી મહમદસર્જીલ રહીમ ભાયા રહે. માધાપર ભુંગા, બેડીવાળો ઓમાનથી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરવાનો છે.
​​​​​​​

જે બાતમી આધારે એએસઆઇ નરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. વિનય ઝાલા, અમદાવાદ એરપોર્ટ ખાતે પહોચ્યા હતા જયાં સ્થાનીક પોલીસ સાથે સંકલન સાધી આરોપી આવતા એરપોર્ટ ખાતેથી પકડી જામનગર લાવીને ધોરણસર અટક કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application