BREAKING NEWS

અક્ષયની ૧૩ વર્ષની પુત્રી નિતારાને પરેશાન કરનાર આરોપીની ધરપકડ

  • April 25, 2026 09:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર સાયબર વિભાગે અક્ષય કુમારની P પુત્ર નિતારાને હેરાન કરનાર વ્યક્તિની ઘરપકડ કરી છે. અભિનેતાએ પોતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે, તેઓ વાલીઓને આ અંગે સતર્ક રહેવા જાગૃતિ ફેલાવી રહ્યા છે.
મહારાષ્ટ્ર સાયબર વિભાગે આ સમાચારની પુષ્ટિ કરી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે. અક્ષય કુમારની ૧૩ વર્ષની પુત્રી નિતારાના નગ ફોટા માંગવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે અક્ષપે પોતે સાયબર વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. ઓક્ટોબર ૨૦૨૫ માં ઓનલાઈન ગેમિંગ કરતી વખતે આરોપીએ નિતારાને હેરાન કર્યો હતો. અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર સાયબરના અધિક પોલીસ મહાનિર્દેશક પશસ્વી યાદવે આ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે તપાસ બાદ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મુંબઈની આરડી નેશનલ કૉલેજમાં સાયબર જાગૃતિ સત્ર દરમિયાન, એડીજી એ એ પણ ખુલાસો કર્યો કે અક્ષય કુમારે પોતે તેમની પુત્રી સાથે સંકળાયેલી ઓનલાઈન હેરાનગતિ ઘટના અંગે ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું, અક્ષય કુમારે અમારી સાથે એક
ચોકાવનારી ઘટના શેર કરી, જેમાં તેમણે કહ્યું કે તેમની પુત્રી, નિતારા, સેશનનો ભોગ બની હતી. અધિકારીએ સમજાવ્યું કે છોકરીએ હિંમત બતાવી અને પહેલા તેના માતાપિતાને આ ઘટના વિશે જાણ કરી. તેમણે તેને તત્પરતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું સત્ર દરમિયાન, અધિકારીએ અક્ષપ કુમારનો સમગ્ર ઘટના સમજાવતો વીડિયો બતાવ્યો. વીડિયોમાં, અક્ષપે કહ્યું, હું તમને થોડા મહિના પહેલા મારી પુત્રી સાથે બનેલી એક ઘટના વિશે કહેવા માંગુ છું જ્યારે તે ઓનલાઈન ગેમ રમી રહી હતી. એક એવી ગેમ જે તમે કોઈ અજાણી વ્યકિત સાથે રમી શકો છો. જ્યારે તમે રમો છો, ત્યારે તમને સંદેશાઓ મળે છે કે તમે સારું રમ્યા છો, તમે સારું રમી રહ્યા છો. અચાનક, એક માણસે પુત્રીને પૂછ્યું કે તે ક્યાંની છે અને તે પુરુષ છે કે સ્ત્રી. નિતારાએ જવાબ આપ્યો કે તે મુંબઈની છે અને એક છોકરી છે. પછી આરોપીએ પૂછ્યું કે શું તે પોતાનો નગ ફોટો મોકલી શકે છે. આ સાંભળીને નિતારાએ રમત બંધ કરી દીધી અને તેની માતા, ટ્રિકલ ખન્નાને કહ્યું, અને અક્ષવે ફરિયાદ નોંધાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અક્ષપે કહ્યું કે તે સાયબર કાઈમથી વાકેફ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application