પોરબંદરમાં ચેક રિટર્ન ના કેસમાં બાર વર્ષે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. છાંયા મુકામે રહેતાં ભરતભાઈ મનસુખલાલ થાનકીએ સને ૨૦૧૨ માં આરોપી રામભાઈ વિરમભાઈ ઓડેદરા સામે હાથ ઉછીની આપેલ રકમ ા.ર,૪૦,૦૦૦/- પરત મેળવવા દીધેલ ચેંક વણ ચુકવ્યો પરત થતાં એન.આઈ.એકટ મુજબ પોરબંદર કોર્ટમાં ધોરણસર ફરિયાદ આપી જણાવેલ કે, આરોપીને પૈસાની જર પડતાં ા.૨,૪૦,૦૦૦/- આપેલા અને આરોપીએ જણાવેલ કે ‘સીમર ગામે આવેલ જમીન વહેંચાઈ જશે ત્યારે રકમ પરત આપી દઈશ’. ત્યારબાદ જમીન પણ વેંચાણ થઈ ગયેલ અને ફરીયાદીને આરોપીએ પોતાના ખાતાનો સ્ટેટ બેક ઓફ સૌરાષ્ટ્ર શાખાનો તા: ૦૭-૦૫-૨૦૧૨ નો ચેંક આપેલો અને ચેક આપતી વખતે વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલ કે ચેંક બેંકમાં વટાવા નાખ્યાથી રકમ મળી જશે.
આમ, ફરીયાદી ભરતભાઈ થાનકીએ આરોપી રામભાઈ ઓડેદરાને આપેલ ચેક બેંકમાં વટાવા નાખ્તા, ચેંક અપુરતા ભંડોળના કારણે પરત ફરતાં ફરીયાદીએ તેઓના વકીલ મારફતે આરોપીને નોટીશ આપેલ અને આરોપીએ નોટીશ મળી જવા છતાં કોઈ રકમ આપેલ ન હોય, જેથી કોર્ટમાં ફરીયાદ દાખલ કરી તે સાથે ચેંક, નોટીશ, બેંકનો રીટર્ન મેંમો, વિગેરે આધાર પુરાવા સાથે ફરીયાદ દાખલ કરતાં કોર્ટે આરોપી રામ વિરમ ઓડેદરાને સમન્સ કરી કોર્ટમાં હાજર રહેવા ફરજ પાડતાં આરોપી તેઓના વકીલ સાથે કોર્ટમાં હાજર થયેલા અને તેઓએ કોઈ ગુન્હો કર્યાનો ઈન્કાર કરતાં કેસની ટ્રાયલ ચાલેલ અને ચાલુ ટ્રાયલે ફરીયાદી ભરતભાઈ મનસુખભાઈ થાનકીનું અવસાન થતાં તેમના વતી હંસાબેન મનસુખલાલ થાનકી વારસદાર તરીકે કેસ ચલાવતાં કેસની ટ્રાયલ ચાલી જતાં બન્ને પક્ષે વકીલો દ્વારા પોત પોતાનો કેસ રાખવા માટે દલીલો કરવામાં આવેલી.આમ, બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી રામભાઈ વિરમભાઈ ઓડેદરાને એન.આઈ.એકટની કલમ ૧૩૮ મુજબના શીક્ષાપાત્ર ગુન્હામાંથી શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ જાહેર કરેલો હતો. આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના વકીલ જે.પી. ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, વી.જી.પરમાર, રાહુલ એમ. શિંગરખીયા, જિજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા તથા પંકજ બી. પરમાર રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech