નકલી PSI બની કરાઈમાં ટ્રેનિંગ લેનાર આરોપી મયુર તડવીની પોલિસે કરી ધરપકડ, ડભોડા પોલીસે નોંધ્યો આ ગુનો

  • March 02, 2023 04:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


@aajkaalteam 
કરાઈ એકેડેમીમાં નકલી PSI મામલે પોલીસે આરોપી મયુર તડવીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી યુવક સામે ગઈકાલે ગુનો નોંધવાની હતો. ત્યારે ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવાના સંદર્ભમાં ગુનોં નોંધી તેની અટકાયત કરાઈ હતી જે બાદ આજે તેની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં નકલી PSI મયુર તડવીની સામે ગુનો નોંધાયો હતો. જે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. આરોપી મયુર તડવીની ગઈકાલે અટકાયત કરવામાં આવશે. 

મયુર તડવીએ બીજી ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી હતી.ઓળખીતાના કોલલેટરમાં છેડછાડ કરીને મયુરે કરાઈમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે આ બાબતે કરાઈ એકેડમીએ વધુમાં જણાવ્યું હતું કે, મયુરના કોઈ ગેંગ સાથે સબંધ છે કે નહી તેની તપાસ થશે. જેમાં મયુરના ભૂતકાળ અને ગેંગ સાથેના સબંધની પણ તપાસ થશે. તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે પહોંચેલી માહિતીની પણ તપાસ કરવામાં આવશે.  યુવરાજસિંહને માહિતી કોણે પહોંચાડી તેની પણ તપાસ થશે. 

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માર્ચ 2021માં PSIની 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. તેમણે કહ્યું હતું કે, મયુરકુમાર તડવી નામના વ્યક્તિ હાલ કરાઇ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો છે. જોકે, અમારી તપાસ દરમિયાન PSI અને ASI રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવી કોઈ ઉલ્લેખ નથી. તો તેઓ કરાઇ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે?   40 લાખ લઈને  PSIની તાલીમ શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application