રાજાૈરીમાં સેનાના વાહનને નડો અકસ્માત, એક લાન્સનાયક શહીદ

  • September 18, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ–કાશ્મીરના રાજાૈરીના માંજાકોટ વિસ્તારમાં સેનાનું એક વાહન માર્ગ અકસ્માતનો ભોગ બન્યું છે. આ દુર્ઘટનામાં કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયા હતા, યારે એક લાન્સનાઈક સારવાર દરમિયાન શહીદ થયો હતો. ઈજાગ્રસ્તોમાં બેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. અંધાળામાં વળાંક લેતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. યાં વાહન ચાલકે સંતુલન ગુમાવી દેતાં વાહન નદી કિનારે ૪૦૦ ફટ ઉંડી ખાઈમાં પડી ગયું હતું. પેરા યુનિટના બે જવાનો બુલેટ પ્રુફ વાહનમાં બેઠા હતા. આ અકસ્માતમાં સેનાના છ કમાન્ડો ઈજાગ્રસ્ત થયા છે.
આ વાહન રસ્તા ઉંડી ખાઈમાં પડી ગયું હતું. આ દુર્ઘટના ફ્રન્ટલાઈન જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં ત્યારે બની યારે સેનાના જવાનો આતંકવાદ વિરોધી ડુટી માટે જઈ રહ્યા હતા. આ દુર્ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો સહિત બચાવકર્મીઓએ તાત્કાલિક ઈજાગ્રસ્ત ૬ કમાન્ડોને બહાર કાઢા અને તમામને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. યાંથી પ્રાથમિક સારવાર બાદ તમામને જીએમસી રાજાૈરી ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જેના કારણે લાન્સ નાઈક બલજીતનું રસ્તામાં જ મોત થયું હતું.
સેનાએ જણાવ્યું હતું કે, વ્હાઇટ નાઈટ કોપ્ર્સના જીઓસી (જનરલ ઓફિસર કમાન્ડિંગ) અને તમામ રેન્કના અધિકારીઓ રાજાૈરી નજીક માંજાકોટ ખાતે આતંકવાદ વિરોધી ફરજ પર હતા ત્યારે દુ:ખદ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં એક યુવાન લાન્સનાઈક બલજીત સિંહ શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે, સેનાનું વાહન નાશ પામ્યું હતું.
જમ્મુ–કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. હાલમાં જ ૩૦ ઓગસ્ટે ભારતીય સેનાએ ચૂંટણી પહેલા એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. આ માટે સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ૩ આતંકીઓને ઠાર કર્યા હતા.
થોડા દિવસો પહેલા જમ્મુ–કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક અને તેના સહાયકનું ઘટના સ્થળે જ મોત નીપયું હતું. આ દિવસોમાં જમ્મુ–કાશ્મીરમાં વરસાદની મોસમ ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક વાહનો અકસ્માતના બનાવો બન્યા છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતોનું કારણ વરસાદ પણ હોઈ શકે છે. હાલમાં તમામ સ્થાનિક અને પ્રવાસી લોકોને તેમના વાહનો સાવધાનીથી ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application