ગોંડલના ગુંદાળા રોડ પર ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત: મહિલાનું મોત

  • March 05, 2025 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલના ગુંદાળા રોડ પર ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત જતા તેમાં રિક્ષામાં સવાર ત્રણ મહિલાઓને ઇજા પહોંચી હતી.જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચતા એક મહિલાનું મોત થયું હતું.મૂળ મહારાષ્ટ્રની વતની આ મહિલા જામવાડી જીઆઇડીસીમાં રહેતી હોય સવારે કારખાને મજુરી કામ માટે જતી હતી.રિક્ષાચાલકને બેદરકારીપૂર્વક રિક્ષ ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો.જેથી આ મામલે મૃતકની પતિની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝન પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલમાં જામવાડી જીઆઇડીસીમાં કેપીટલ મીલની ઓરડીમાં રહેતા સાધાનાબેન વિશ્ર્વનાથભાઇ મરદાને(ઉ.વ ૨૯) ગઇકાલે સવારે રાબેતા મુજબ ગોંડલ હાઇવે પર કનૈયા હોટલ પાસે મુકેશ વિરજીભાઇ મકવાણાની રિક્ષા નં.જીજે ૩ સીટી ૪૨૪૮ માં બેસી ગુંદાળા રોડ પર આવેલા અવિરત કારખાને જવા માટે નિકળ્યા હતાં.આ સમયે મનિષાબેન સરદભાઇ ઝાયભાઇ, મીરાબેન સતિષભાઇ રાખ સહિનાઓ પણ સાથે હતાં.દરમિયાન રિક્ષા ગુંદાળા રોડ પર આવેલ ઓસ્ટન સિનેમા પાસે પહોંચતા રિક્ષાચાલક મુકેશ મકવાણાએ બેદરકારીપૂર્વક પૂરપાટ ઝડપે ઓવરટેક કરવા માટે કાવો મારતા સામેથી આવતા ટેમ્પો સાથે અથડાઇ હતી.જેમાં જેમાં સાધનાબેનને ગંભીર ઇજા પહોંચી હતી.જયારે તેની સાથેના અન્ય મહિલાને પણ ઇજા પહોંચી હતી.


અકસ્માતની આ ઘટનાને લઇ અહીં એકત્ર થયેલા લોકોએ ૧૦૮ને જાણ કરતા ત્રણેયને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી સાધનાબેનને મૃત જાહેર કર્યા હતાં.અકસ્માતમાં મોતને ભેટનાર પરિણીતા મૂળ મહારાષ્ટ્રના લુલડાના જિલ્લાની વતની છે.અને બે માસ પૂર્વે જ પેટીયું રળવા અહીં આવ્યા હતાં. પરિણીતાને સંતાનમાં એક પુત્ર ઉમેશ(ઉ.વ ૧૨) છે.તેમના પતિ વિશ્ર્વનાથભાઇ જામવાડી જીઆઇડીસીમાં ગાડી લોડીંગ-અનલોડીંગનું કામ કરે છે. બનાવ અંગે મૃતકના પતિ વિશ્ર્વનાથભાઇની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવીઝન પોલીસે રિક્ષાચાલક મુકેશ વિરજીભાઇ મકવાણા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application