મધ્યપ્રદેશના છતરપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. રીવાથી ગ્વાલિયર જઈ રહેલી સ્લીપર બસ એક ડમ્પર સાથે અથડાઈ અને ખાઈમાં પડી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત થયું, 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા અને પાંચ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળ પર પોહચી હતી અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બાગેશ્વર ધામ ગંજ તિરાહા ખાતે થયો હતો. અકસ્માતમાં રીવા સ્થિત સૈનિક સ્કૂલના વિદ્યાર્થીનું મોત થયું હતું. આ વિદ્યાર્થી દિવાળીની રજાઓમાં પિતા સાથે ભીંડ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. રીવાથી ગ્વાલિયર જઈ રહેલી સ્લીપર બસ છત્તરપુર પાસે ઝાંસી-ખજુરાહો ફોરલેન નેશનલ હાઈવે નંબર 39 પર ડમ્પર સાથે અથડાઈ અને ખાઈમાં પડી ગઈ. બાગેશ્વર ધામ ગંજ તિરાહા ખાતે રાત્રે 12 વાગ્યે આ અકસ્માત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech