જામવાડી નજીક બાઇક અને છોટા હાથી વચ્ચે અકસ્માત

  • June 03, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાઈક સવાર પિતા-પુત્રી ઘાયલ : સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા

જામનગર કાલાવડ ધોરી માર્ગ પર કાલાવડ તાલુકાના જામવાડી ગામ પાસે બાઈક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર પિતા-પુત્રી ઇજાગ્રસ્ત બન્યા છે અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર જામવાડી ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે એક બાઈક તેમજ છોટા હાથી વચ્ચે ટક્કર થઈ હતી, અને બાઈક માર્ગ પર ફંગોળાયું હતું.
 જે અકસ્માતના બાઈકના ચાલક પંકજભાઈ ભંડેરી તેમજ પાછળ બેઠેલી તેઓની પુત્રી પુષ્ટિબેન પંકજભાઈ ભંડેરી પિતા-પુત્રીને નાની મોટી ઈજા થઈ હતી, આથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને પુત્રીને માથા સહીતના ભાગે ઈજા થઈ હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 આ અકસ્માતના બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application