દ્વારકા નજીક ઈક્કો અને બોલેરો વચ્ચે અકસ્માત: મુસાફરો ઇજાગ્રસ્ત

  • November 18, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મઢી ટોલનાકા પાસે અકસ્માત સર્જી ઇકો ચાલક ફરાર

દાહોદ જિલ્લાના સંજીલી તાલુકામાં રહેતા ચંદ્રસિંહ રૂપસિંહ બારૈયા નામના ૨૮ વર્ષના યુવાન તેમની જી.જે. ૨૭ સી.એફ. ૯૮૪૨ નંબરની બોલેરો કારમાં ઓખા મઢી ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી સિલ્વર કલરની એક ઈક્કો કારના ચાલકે ચંદ્રસિંહની બોલેરો સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે આ કારમાં બેઠેલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જી, આરોપી ઈક્કો ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે દ્વારકા પોલીસે ચંદ્રસિંહ બારૈયાની ફરિયાદ પરથી સિલ્વર કલરની ઈક્કો કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application