ટેસ્ટ ડ્રાઈવના બહાને 3 માસ પૂર્વે એક્સેસ હંકારી જનાર ઝડપાયો

  • October 17, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ત્રણ માસ પૂર્વે વાહન ખરીદવું હોવાનું કહી કે.કે.વી ચોક પાસેથી એક્સેસ ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ ગયા બાદ આ વાહન લઇ આરોપી નાસી ગયો હતો. જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લઇ તેની પાસેથી આ વાહન કબજે લેવામાં આવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, ગત તારીખ 19 જુલાઈ 2024 ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવાને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, તેણે ફેસબુક પર પોતાનું એક્સેસ વેચવા માટેની જાહેરાત મૂકી હોય દરમિયાન એક શખસે તેનો સંપર્ક કર્યો હતો અને વાહન ખરીદવાની તૈયારી દશર્વિી હતી. બાદમાં બંને કે.કે.વી ચોક પાસે ગત તારીખ 23/ 6 ના રોજ મળ્યા હતા. ત્યારે આરોપી એક્સેસની ટેસ્ટ ડ્રાઈવના બહાને વાહન લઈ ગયા બાદ પરત ફર્યો ન હતો. જેથી યુવાને આ ફરિયાદ નોંધાવી હતી.
બનાવને લઇ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ પી.એસ.આઇ.બી.આર. ભરવાડ તથા તેમની ટીમને તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ બળભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે વાહન છેતરપિંડીથી લઈ જનાર આ શખસ હિતેશ રામસિંગભાઈ બાંભણિયા (ઉ.વ 34 રહે. હિરાબાપા સમાધિ મંદિરની પાછળ, શાપર વેરાવળ, મૂળ આણંદપુર તા. કોડીનાર)ને ઝડપી લઇ તેની પાસેથી વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application