ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની વિપુલ આવક શરૂ

  • November 29, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હવામાન વિભાગ દ્વારા ૩ દિવસ કરવામાં આવેલ કમોસમી વરસાદની આગાહીને પગલે ગોંડલ યાર્ડના સત્તાધીશો દ્વારા લસણ, ડુંગળી, મરચા, ધાણા સહિતની જણસીની આવક બંધ કરવામાં આવી હતી. વરસાદની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવતા યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું, ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ જણસી પલળે નહિ તેને ધ્યાનમાં રાખી ડુંગળી, લસણ, ધાણા, મરચા સહિતની જણસીની આવક બંધ કરવામાં આવી હતી. વરસાદની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવક શરૂ કરાતા વિવિધ જણસીની આવકથી ઉભરાયું હતું.

ખેડૂતોને સારા ભાવ મળતા ખુશખુશાલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદની આગાહી પૂર્ણ થતાં શરૂ કરવામાં આવેલી હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૨૦૦થી ૮૦૦ રૂપિયા, લસણના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૨૫૦૦ થી ૫૦૩૧ રૂપિયા, મરચાના ૨૦ કિલોના ભાવ ‚પિયા ૨૫૦૦થી ૪૫૦૦ રૂપિયા, કપાસના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૩૦૦થી ૧૪૭૬ રૂપિયા તેમજ મગફળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૯૦૦થી ૧૫૦૦ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ત્યારે સૌરાષ્ટ્ર ભરમાંથી પોતાની જણસી લઈને આવતા ખેડુતો જણસીના હરાજીમાં સારા એવા ભાવ બોલતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application