ઘરફોડ ચોરીના અલગ-અલગ ત્રણ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધા હતા.
ભાવનગર, એલ.સી.બી.-પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને ને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર શહેર, બોરતળાવ પોલીસ તેમજ બનાસકાંઠા જીલ્લાના પાલનપુર સીટી પોલીસ મથકમાં અલગ-અલગ દાખલ થયેલ ઘરફોડ ચોરીના ત્રણ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓ ગુમાનભાઇ અજમલભાઇ પરમાર અને તેની પત્ની હીરૂબેન ઉર્ફે હીરકી ગુમાનભાઇ પરમાર રહે.બંન્ને ગુંદાળા વસાહત, તા.શિહોર, જી.ભાવનગર ભાવનગર શહેરમાં ચિત્રા, રામદેવનગરના નાકા પાસે જાહેર રોડ ઉપર ઉભા હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએથી નાસતાં-ફરતાં ગુમાન અજમલભાઈ પરમાર (ઉ.વ.૪૫ ધંધો.મજુરી રહે.ગુંદાળા વસાહત તા.શિહોર જી.ભાવનગર), હીરૂબેન ઉર્ફે હીરકી ગુમાનભાઈ અજમલભાઈ પરમાર (ઉ.વ.૪૩ ધંધો.ઘરકામ-મજુરી રહે.ગુંદાળા વસાહત તા.શિહોર જી.ભાવનગર)ને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ સામે ભાવનગર શહેર, બોરતળાવ પોલીસના પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૪૦૩૪૯/૨૦૨૪ ઈં.ઙ.ઈ. કલમ.-૪૫૪, ૪૫૭,૩૮૦,૧૧૪, મુજબ, ભાવનગર શહેર, બોરતળાવ પોલીસના પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૪૦૭૭૯/૨૦૨૪ ઈં.ઙ.ઈ. કલમ.-૪૫૪, ૪૫૭, ૩૮૦,૧૧૪, મુજબ અને બનાસકાંઠા, પાલનપુર સીટી પોલીસના પાર્ટ-એ ગુ.ર.નં.૦૨૫૪/૨૦૨૪ ઈં.ઙ.ઈ. કલમ.-૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪, મુજબના ગુન્હા નોંધાયા હતા.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના દીપસંગભાઇ ભંડારી, હરેશભાઇ ઉલ્વા, હીરેનભાઇ સોલંકી, નીતીનભાઇ ખટાણા, પ્રજ્ઞેશભાઇ પંડયા, મહેશભાઇ કુવાડીયા તેમજ નિલમબેન મકવાણા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech