ખાપટ વિસ્તારમાં પચાસ જેટલા પુર પીડિતોને સશસ્ત્ર સીમા બલે બચાવ્યા

  • August 30, 2024 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના ખાપટ વિસ્તારમાં પચાસ જેટલા પુરપીડિતોને સશસ્ત્ર સીમાબલના જવાનોએ બચાવ્યા હતા.
ચીફ ફાયર ઓફિસર દ્વારા  તથા રવિપાર્ક સોસાયટીના લોકલ બચુભાઇ કેશુભાઇ અમારી પાસે એકવા મરીન ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ  એસ.એસ.બી. પોરબંદરમાં તાત્કાલિક જાણ કરી ગાયત્રી મંદિરની સામે ખાપટ ગામને ચારો તરફથી પાણીએ ઘેરી લીધુ છે મકાનમાં પાણી ઘુસી ગયેલ છે. જેથી લોકો મકાનના ઉપર ચડી ગયા હતા. પોતાનો બચાવ કરવા અને અમારા સશસ્ત્ર સીમાબલ (આસીસ્ટન્ટ કમાન્ડર) સોઢા ખીમજી કાનજીને જાણ કરી મદદની જ‚ર છે. તુરંત (આસીસ્ટન્ટ કમાન્ડર) દ્વારા  આર.ટી. સી. અલવર હેડકવાર્ટરમાં રાજસ્થાનમં પોતાના સિનીયર અધિકારી વંદન સકસેના (ડી.આઇ.જી.)ને ફોન દ્વારા જાણ કરવામાં આવી અને તુરંત આસીસ્ટન્ટ કમાન્ડર સોઢા ખીમજી કાનજી તથા તેમની ટીમના  વડા ઇન્સપેકટર બી.સી. ઝાલા, હવાલદાર  તરુણ રાના, હવાલદાર ઘોસ, હવાલદાર અમૃતભાઇ અને સિપાઇ કિરણ સોલંકી તથા અન્ય ૧૦ જવાન ખાપટ ગામમાં પહોંચીને બચાવ રાહતકાર્યમાં નો સામાન તથા બોટ લઇને પહોંચી ગયા. તુરંત લોકલ પોલીસના અધિકારી ચાવડા આવેલ તથા ચીફ ફાયર અધિકારીની ટીમ, એસ.ડી.આર.એફ. સર્વ ટીમ પહોંચી ગઇ. ખાપટ ગામના ૫૦ માણસોને બચાવ કરવામાં આવ્યા જેમાં પુ‚ષો, મહિલાઓ અને બાળકોને લઇને ૫૦ માણસોનો બચાવ કરવામાં આવ્યો અને બધાને  ગામની સામે નગરપાલિકાના પ્રમુખ  ચેતનાબેન તિવારી દ્વારા ગામવાસીઓને ગાયત્રી મંદિરમાં રહેવા તથા સુવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application