બચ્ચન ફેમિલીની કોઇને કોઇ નવી વાત સામે આવતી રહેતી હોય છે. હાલમાં સોશિયલ મિડીયામાં એશ અને અભિનાં ડિવોર્સની અફવાઓએ જોર પકડ્યું છે. જો કે આ વચ્ચે અભિષેક બચ્ચનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પરિવાર અને પત્ની વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા પછી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન આ વચ્ચે સતત ચર્ચાઓમાં છે. થોડાં દિવસ પહેલાં અભિષેકે તલાકની પોસ્ટ પર લાઇલ કરીને સોશિયલ મિડીયામાં હલચલ મચાવી દીધી હતી જેમાં ઐશ્વર્યા સાથે સંબંધોને લઇને ફરી એકવાર આ મુદ્દો ગરમાયો છે. જો કે આ બધી વાત વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિષેક માતા જયા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા અને પત્ની ઐશ્વર્યાની વચ્ચે ફસાઇ જવાની વાત શેર કરી છે.
ઐશ્વર્યા રાય બચ્ચનનાં પતિ અભિષેક બચ્ચન અને પૂરાં બચ્ચન પરિવારમાં શું ચાલી રહ્યું છે? આ સવાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે. બચ્ચન પરિવારે આ મામલે કોઇ પણ પ્રકારની ચુપ્પી તોડી નથી. આ ચર્ચાઓની અમિતાભ બચ્ચનની ક્રિપ્ટિકે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બધાની વચ્ચે અભિષેક બચ્ચનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પરિવાર અને પત્ની વિશે વાત કરતો જોવાં મળી રહ્યો છે.
વાયરલ થઇ રહેલો વીડિયો એક થ્રોબેક ઇન્ટરવ્યૂનો છે. કરણ જોહરનાં શો કોફી વિથ કરણનાં એક જૂનાં એપિસોડમાં અભિષેક એની પત્ની ઐશ્વર્યા સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન કરણે અભિષેકને પૂછ્યું કે શું તમે ક્યારેય પરિવાર અને નવી પત્ની ઐશ્વર્યા રાય વચ્ચેના સમયને સંતુલિત કરવાનો પ્રયાસ કરતી વખતે શું અનુભવો છો?
કરણે આગળ સવાલ કર્યો કે, અભિષેક શું તમને એવું લાગે છે કે તમે જીવનમાં ત્રણ મહિલાઓની વચ્ચે ફસાઇ ગયા છો? કારણકે તમે જાણો છો કે તમારી પાસે જયા આન્ટી છે, જેની આંખોનાં તારા સમાન તમે છો. શ્વેતા બચ્ચન માટે જિંદગી છો અને તમારી લાઇફમાં એક મહિલા છે. શું તમે ક્યારેય પણ એવું મહેસૂસ કર્યું છે કે આ મહિલાઓની વચ્ચે તમારે એક્ટિંગ કરવાની જરૂર છે?
કરણનો આગળનો સવાલ સાંભળ્યા બાદ ઐશ્વર્યા રાયે કટાક્ષ કર્યો, ‘ત્યાર જ પત્નીને બીજી મહિલા કહેવામાં આવે છે’. આમ, અભિષેક જવાબ આપતાં કહ્યું કે, ‘હા, મને લાગે છે કે આનો શ્રેય પૂરી રીતે છોકરીઓને આપવો જોઇએ. મારે આ વાત સાથે બહુ ઓછુ લેવાદેવા છે. એ પણ કામ કરે છે કે મા અને એ બહુ નજીક છે. તેઓ દરેક વસ્તુઓ વિશે વાતચીત કરતાં રહેતાં હોય છે. જ્યારે એક મહિલા પહેલીવાર એનાં પતિનાં ઘરે આવે છે ત્યારે સ્પષ્ટ રીતે થોડુ અજીબ મહેસૂસ કરે છે. મને લાગે છે કે એકમાત્ર વ્યક્તિ જે વાસ્તવમાં એની કમીને દૂર કરી શકે છે, એ એની સાસુ છે.’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્રેકફાસ્ટમાં ઝડપથી બનાવો ક્રીમી મશરૂમ ટોસ્ટ, સ્વાદ એવો કે બાળકો અને પુખ્ત વયના બંનેને આવશે પસંદ
January 27, 2025 11:45 PMપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech