અભિષેક શર્મા (100)ની તોફાની સદીની મદદથી ભારતીય ટીમે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું. આ સાથે શુભમન ગીલની આગેવાની હેઠળની ભારતીય ટીમે પાંચ મેચોની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. હરારેમાં રમાયેલી મેચમાં ભારતીય બેટ્સમેનો બાદ બોલરોએ પોતાનો દબદબો બતાવીને યજમાન ટીમને સંપૂર્ણ રીતે મેચથી દૂર રાખી હતી.
આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. તમને યાદ અપાવી દઈએ કે શનિવારે રમાયેલી પ્રથમ મેચમાં ભારતને 13 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સીરીઝની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ બુધવારે રમાશે.
ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન
235 રનના પહાડી સ્કોરનો પીછો કરવા આવેલી ઝિમ્બાબ્વેની ટીમ મેચમાં ક્યારેય જીત તરફ જતી જોવા મળી ન હતી. તેણે પાવરપ્લેમાં 46 રનના સ્કોર પર તેની ટોપ-4 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ફાસ્ટ બોલરો મુકેશ કુમાર અને અવેશ ખાને ટોપ-4 બેટ્સમેનોનો પેવેલિયન ભેગા કરી દિધા હતા. મુકેશે ઈનોસન્ટ કૈયા (4) અને બ્રાયન બેનેટ (26)ને બોલ્ડ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમ્યુનિ. આવાસો ભાડે આપનારનું આવી બનશે: નવી નીતિ ઘડાઇ
March 06, 2025 03:30 PMએક જ દિવસમાં ૨૨ પાર્સલ ચોરી એકની ડિલિવરી કરી રોકડી પણ કરી લીધી’તી
March 06, 2025 03:28 PMસુપ્રીમની યુપી સરકારને ફટકાર, કહ્યું હવે તમે જ ઘર બનાવી આપો
March 06, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech