અભિજીત ભટ્ટાચાર્યએ ઉદિત નારાયણનો બચાવ કર્યો, જે એક છોકરીને ચુંબન કરવા બદલ વિવાદમાં ફસાયેલા હતા. અભિજીતે કહ્યું કે છોકરીઓ પોતે ઉદિતની પાછળ પડી ગઈ હતી અને કોઈએ તેને રોકી નહી. ત્યારબાદ અભિજીતે તેના કોન્સર્ટનો બનાવ વર્ણવ્યો જ્યારે છોકરીઓએ તેને ચુંબન કર્યું હતું. તાજેતરમાં, ઉદિત નારાયણનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે એક કોન્સર્ટ દરમિયાન એક મહિલા ચાહકના હોઠ પર ચુંબન કર્યું હતું. આ અંગે ઘણો હોબાળો મચી ગયો છે. ઉદિત નારાયણના આ કૃત્યથી ચાહકો પણ ચોંકી ગયા છે. જોકે ઉદિત નારાયણે આ અંગે પોતાનો બચાવ કર્યો, પરંતુ તેમની આકરી ટીકા થઈ રહી છે. આ દરમિયાન, ગાયક અભિજીત ભટ્ટાચાર્ય તેમના સમર્થનમાં બહાર આવ્યા છે. અભિજીત ભટ્ટાચાર્યએ માત્ર ઉદિત નારાયણનો બચાવ જ નહોતો કર્યો, પરંતુ તેમની સાથે બનેલી એક ઘટના વિશે પણ જણાવ્યું જ્યારે તેમને ત્રણ-ચાર છોકરીઓએ ચુંબન કર્યું હતું. અભિજીત ભટ્ટાચાર્યએ જણાવ્યું, 'ઉદિત એક સુપરસ્ટાર ગાયક છે અને આવી ઘટનાઓ હંમેશા અમારા ગાયકો સાથે બને છે. જો આપણી યોગ્ય સુરક્ષા ન હોય અથવા બાઉન્સરોથીઘેરાયેલા ન હોય, તો લોકો આપણા કપડાં ફાડી નાખે છે. મારી સાથે આ પહેલા પણ બન્યું છે.તેણે કહ્યું - છોકરીઓએ તેને એટલી ખતરનાક રીતે ચુંબન કર્યું કે... હું સ્ટેજ પર જઈ શક્યો નહીં.' અને આ બધું લતા મંગેશકરજીની સામે થયું. મારા ગાલ પર લિપસ્ટિકના નિશાન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech