ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં સગીરાનું અપહરણ

  • December 29, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશનો શખ્સ લલચાવી ફોસલાવી લઇ ગયાની ફરીયાદ

ધ્રોલ તાલુકાના મોટા વગુદડ ગામ માંથી મધ્યપ્રદેશના આદિવાસી પરિવારની ૧૫ વર્ષ પુત્રીનું અપહરણ થઈ ગયું હતું. જેને લગ્નની લાલચે ઉઠાવી જનાર મધ્યપ્રદેશના પર પ્રાંતિય શખ્સ સામે ધ્રોલ પોલીસ મથકમાં અપહરણ અંગેના ગુનો નોંધવામાં આવ્યો છે.
ધ્રોલ તાલુકાના વાગુદડમાં રહેતા ખેડૂત હિતેષભાઈ ગડારાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની એવા પર પ્રાંતિય શ્રમિક પરિવારની ૧૫ વર્ષ ૧૧ માસની સગીર પુત્રીનું ગત તા. ૨૯ના રોજ અપહરણ થઈ ગયું હતું, અને પરિવારજનોની તપાસ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશ નો અને હાલ ધ્રોલ પંથકમાં રહીને ખેત મજૂરી કામ કરતો કુંવરસિંહ મગન વસુનીયા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી સગીરાના પિતા દ્વારા ધ્રોલ પોલીસ મથકમાં પોતાની સગીર પુત્રીનું અપહરણ કરી જવા અંગે પરપ્રાંતિય શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે, અને આરોપી પોતાના વતનમાં ભાગ્યો હોવાનું અનુમાન લગાવી પોલીસે તે દિશામાં તેને પકડવા માટે તપાસ લંબાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application