ભાણવડ પંથકની સગીરાનું અપહરણ

  • November 10, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરપ્રાંતિય શખ્સ સામે પોલીસ ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની આશરે સવા ૧૬ વર્ષની સગીર વયની પુત્રીને નિરંજન નામનો અન્ય રાજ્યનો રહીશ એવો એક શખ્સ લલચાવી ફોસલાવીને સગીરા સાથે બદકામ કરવાના ઇરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતા દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે અંગે પી.આઈ. જે.જે. ચૌહાણ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી, આરોપી શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application