જામનગર જિલ્લાના જોડિયા ટાઉનમાંથી સગીરાનુ અપહરણ

  • October 11, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી પંથકનો શખ્સ ઉઠાવી ગયો હોવાની પોલીસ ફરિયાદ


જામનગર જિલ્લાના જોડીયા ટાઉન માંથી એક સગીરાનુ તાજેતરમાં અપહરણ થઈ ગયું હોવાનું, અને મોરબીનો એક શખ્સ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવાતાં પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરાઈ છે.

જોડિયા ટાઉનમાં મોટો વાસ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક તરુણીનું તેણીના ઘેરથી તાજેતરમાં અપહરણ થઈ ગયું હતું. પરિવાર જનો દ્વારા તપાસ કરાવતાં મોરબી જિલ્લાના બેલા ગામનો હૈદર દોસ્ત મહંમદ જામ નામના શખ્સ દ્વારા તેણીનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સગીરાના પિતા નું નિવેદન નોંધી તેની ફરિયાદના આધારે મોરબીના આરોપી હૈદર દોસ્તમામદ જામ સામે અપહરણ અંગે  ગુનો નોંધ્યા છે, અને તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application