શહેરના સ્વામીનારાયણ ચોક પાસે આવાસ યોજના કવાર્ટરમાં માતાના ઘરે રહેતી પરિણીતા ભાડાનું મકાન શોધી રહી હોય દરમિયાન રેલનગર પાસેની આવાસ યોજના કવાર્ટરમાં રહેતા શખસે કવાર્ટર બતાવવાના બહાને પરિણીતાને બોલાવી તેને પાછળથી પકડી લઇ બિભત્સ માંગણી કરી હતી.જે અંગે પરિણીતાએ તેની માતાને વાત કરતા આ સમયે તેની આઠ વર્ષની દિકરીએ કહ્યું હતું કે, આ શખસે મારી સાથે પણ અડપલાં કર્યા હતાં.જેથી ત્રણ દિવસ રાહ જોયા બાદ આ શખસ કવાર્ટર પર આવતા પોલીસને જાણ કરી હતી.જેથી પોલીસે આ શખસને ઝડપી લીધો હતો.આ માામલે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,હાલ સ્વામીનારાયણ ચોક પાસે આવેલી આવાસ યોજના કવાર્ટરમાં માતાના ઘરે રહેતી પરિણીતાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનસુખ લીલાધરભાઇ વાઢેર (ઉ.વ.૬૦ રહે. મહર્ષી ટાઉનશીપ બ્લોક નં.ઇ ૧૦૩ રેલનગર, રાજકોટ)નું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે બીએનએસ એકટ કલમ ૭૫ તથા એટ્રોસિટી એકટ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેના લ ૧૦ વર્ષ પૂર્વે થયા હતાં.લજીવન થકી સંતાનમાં આઠ વર્ષની દિકરી છે.છેલ્લા આઠ માસથી પરિણીતા માવતરના ઘરે રિસામણે છે.પરિણીતાને ભાડે રહેવા માટે મકાનની જર હોય જેથી તા. ૭૧૧ ના રોજ તેઓ હાલ જયા રહે છે ત્યાં પહેલા માળે કવાર્ટર ખાલી હોય જેથી તે કવાર્ટરના માલિક મનસુખ વાઢેરને ફોન કર્યેા હતો.જેથી થોડીવારમાં તે રિક્ષા લઇને આવ્યો હતો.અને તેને કવાર્ટરની વાત કરતા તેણે પોતાનો મોબાઇલ નંબર આપતા પરિણીતાએ ડોસાબાપા તરીકે નંબર સેવ કર્યેા હતો.
બાદમાં બીજા દિવસે આ શખસનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે,હત્પં નીચે આવેલ છું તમે મ જોઇ જાવ જેથી પરિણીતા મ જોવા ગયા હતાં.પરિણીતા મમાં જતા આ શખસે પાછળથી તેને પકડી લઇ કહ્યું હતું કે,તુ એગ્રી થા ને તો હત્પં તારા નામે કરી દઇશ જેથી પરિણીતા હેબતાઇ જઇ તુરતં અહીંથી નીકળી ગયા હતાં.અહીં ઉપરના માળે રહેતા માતાના ઘરે જઇ માતાને આ બાબતે વાત કરી હતી.આ સમયે તેની આઠ વર્ષની દિકરી આ સાંભળતી હોય તેણે કહ્યું હતું કે મમ્મી મારી સાથે આ ભાઇએ કાલે છાતી અને સાથળે ટચ કયુ હતું અને ૨૦ પિયા આપ્યા હતાં.બાદમાં પરિણીતાએ આરોપી મનસુખને ફોન કરતા તેણે ફોન પર પણ બિભત્સ માંગણી કરી હતી. જેથી અંતે પરિણીતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે
મનસુખ ૩ દિવસ બાદ અહીં ફરી આવ્યો અને પરિણીતાએ પોલીસને બોલાવી
પરિણીતા અને તેની આઠ વર્ષની દિકરી સાથે છેડતી કરનાર મનસુખને સબક શિખવવા માટે પરિણીતાએ તે કવાર્ટરમાં ફરી આવે તેની રાહ જોઇ હતી.ત્રણ દિવસ બાદ આ શખસ ફરી અહીં કવાર્ટરે આવતા જ પરિણીતાએે પોલીસને જાણ કરી હતી.બાદમાં પોલીસે આ શખસને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech