રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય બપોરે ૧૨:૧૫થી ૧૨:૪૫ વચ્ચે નક્કી કરાયો છે. ત્યારે આજના દિવસે અયોધ્યા રામ મંદિરમાં દિવસમાં ત્રણ વખત આરતી કરવામાં આવશે. સવારે ૬:૩૦ શ્રૃંગારજાગરણ આરતી, બપોરે ૧૨:૦૦ ભોગ આરતી અને સાંજે ૭:૩૦ વાગ્યો સંધ્યા આરતી કરવામાં આવશે. રામ મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે ૭:૦૦થી ૧૧:૩૦ સુધીનો રાખવામાં આવ્યો છે. ત્યાર પછી બપોરે ૨:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી ફરી એક વખત દર્શન માટે મંદિરના કપાટ ખુલશે.
ઉલ્લેખનીય છે કે આરતીમાં ભાગ લેવા ફકત પાસધારકોને જ પરવાનગી છે. સુરક્ષાને લગતી ચિંતાને ધ્યાનમાં રાખી આરતી પાસ અંગેની જવાબદારી ધરાવતા સૂત્રોએ કહ્યું કે હવે દરેક આરતીમાં ફકત ૩૦ વ્યકિતને જ સામેલ થવા માટે મંજૂરી છે. આરતી પાસના ઓનલાઈન બુકિંગ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની અધિકૃત વેબસાઈટ પરથી કરી શકાશે. વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે અલગથી આરતી પાસની જરર નથી. આરતી બુકિંગના જાહેર થયેલ સમયને લગતા આઈડી પ્રૂફની ફિઝિકલ કોપી આરતીની તારીખે મંદિરમાં પ્રવેશ સમયે ફરજિયાત છે.
આરતી એટલે ભકત દ્રારા પ્રભુનું થયેલું ભાવભર્યું સ્વાગત. આરતીનો અર્થ થાય છે કે, આત્મામાં– ભગવાનમાં રતિ– એટલે કે, અનુરાગ એવો થાય છે. સંસ્કૃત પ્રમાણે આરતી એટલે આસમન્તાત્ રતિ: એટલે કે, ભગવાન! અમારો સમગ્ર પ્રેમ કેવળ આપનો જ થાઓ. આરતીમાં પ્રગટાવાતી જ્યોત દ્રારા ભકત ભગવાનને પ્રાર્થના કરે છે. સામાન્ય રીતે ભગવાનનું પૂજન સવારે બ્રહ્મમુહર્તમાં અને સાંજે સંધ્યા સમયે કરવામાં આવે છે.
શૃંગાર આરતી એટલે, આ સમયે ભગવાનનો વિધિ–વિધાન પૂર્વક શ્રૃંગાર કરવામાં આવે છે. પરંપરા પ્રમાણે ખાસ પ્રકારનો ભોગ ધરાવવામાં આવે છે. આ આરતી દિવસની મુખ્ય આરતી છે. રાજભોગ આરતી આરતી બપોરના સમયે કરવામાં આવે છે. આ સમયે ભગવાનને રાજભોગ થાળ ધરાવવામાં આવે છે. આ થાળમાં પ્રભુને જમાડવાનો ભાવ રહે છે. સંધ્યા આરતી સાંજે ૭ વાગે કરવામાં આવે છે. આ સાંજની મુખ્ય આરતી હોય છે. આ સમયે ભગવાનને થોડી ખાસ વસ્તુનો ભોગ ધરાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech