OMG! અમિતાભની 11 વર્ષની પૌત્રી આરાધ્યાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા

  • April 20, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • દિલ્હી હાઇકોર્ટમાં આજે ગુરુવારે સિંગલ જજની બેન્ચમાં થશે સુનાવણી
  • યુ-ટ્યુબ ચેનલ્સ અને એક વેબસાઇટ વિરુદ્ધ કરવાામં આવી છે અરજી


મિલેનિયમ સ્ટાર અને બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની 11 વર્ષની પૌત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેના પગલે માત્ર બી-ટાઉન જ નહીં સમગ્ર દેશમાં હલચલ મચી જવા પામી છે. હાલ તો બચ્ચન પરિવાર તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. છતાં લોકચર્ચા છે કે આરાધ્યાએ શા માટે આ પગલું ભર્યું છે.


11 વર્ષની આરાધ્યા તરફથી કોર્ટ સુધી ફરિયાદ પહોંચતા ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં એક ફેક ન્યૂઝ બાબતે બચ્ચન પરિવાર તરફથી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ ન્યૂઝમાં આરાધ્યાની લાઈફ સ્ટાઈલ અને હેલ્થને લઈને ખોટી જાણકારી આપવામાં આવી હતી. જે બાદ બચ્ચન પરિવાર તેનાથી ખૂબ નારાજ છે .


બચ્ચન પરિવાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયું છે કે, આરાધ્યા હજૂ નાની છે અને તેના માટે આ પ્રકારના ફેક ન્યૂઝ મુશ્કેલીનું કારણ બને છે. દિલ્હી કોર્ટમાં જસ્ટિસ સી હરિશંકરની સિંગલ જજ બેન્ચ આ અરજી પર આજે એટલે કે 20 એપ્રિલે સુનાવણી કરશે. હાલમાં બચ્ચન પરિવાર તરફથી આ મામલામાં કોઈ સ્ટેટમેંટ નથી આવ્યું.


વિગતો અનુસાર દુનિયામાં ક્યા સમાચારને ખોટી રીતે રજૂ કરવામાં આવે તેનું કંઈ કહી શકાય નહીં. મોટા ભાગે સેલેબ્સ આ વાતને લઈને ફરિયાદ કરતા રહે છે. આવું જ અભિષેક અને ઐશ્વર્યાની લાડલી આરાધ્યા સાથે થયું છે. યૂ ટ્યૂબ ચેનલ્સ તરફથી ફેક ન્યૂઝ બતાવામાં આવ્યા હતા, જેમાં આરાધ્યાની હેલ્થને લઈને ખોટા ન્યૂઝ બતાવ્યા હતા.


આ જોઈને અભિષેકને ખુબ ગુસ્સો આવ્યો. ત્યારે આ બાબતને લઈને આરાધ્યા તરફથી એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં 2 યૂ ટ્યૂબ ચેનલ અને 1 વેબસાઈટ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.



આરાધ્યા અને તેની મમ્મી ઐશ્વર્યા રાય બચ્ચનને લઇ ફિલ્મ ગોસિપમાં પણ ચર્ચા થતી રહે છે. બી-ટાઉનના મોટાભાગને ફંકશનમાં ઐશ્વર્યા આરાધ્યાનો હાથ પકડી રાખતી જોવા મળે છે. પળવાર માટે પણ તેને પોતાનાથી અલગ થવા દેતી નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application