બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી આયરા ખાનના લગ્ન થવાના છે. 3 જાન્યુઆરીએ તે તેની બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. આજે કોર્ટ મેરેજ કરશે. બાદમાં તેની શહનાઈ મુંબઈમાં હોટેલ તાજ લેન્ડ એન્ડમાં ગુજ્શે, જેમાં લગભગ 900 મહેમાનો હાજરી આપશે. તેઓ બે વાર લગ્ન કરવાના છે અને બાદમાં ઉદયપુર ખાતે બધા જ રીતી રીવાજો સાથે ભવ્ય લગ્ન કરશે.
આમિર ખાનની પુત્રી ઈરા ખાન આજે 3 જાન્યુઆરી એ લગ્ન કરવા જઈ રહી છે. ઈરા અને તેનો બોયફ્રેન્ડ નૂપુર શિખરેના રજિસ્ટ્રાર મેરેજ એટલે કે તેઓ આજે કોર્ટ મેરેજ કરશે જે મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડમાં છે. કોર્ટ મેરેજ બાદ આ કપલ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપવાના છે. જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો ભાગ લેશે. રિસેપ્શન પાર્ટીમાં અંદાજે 900 મેહમાનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે
અહેવાલ મુજબ કોર્ટ મેરેજ બાદ ઈરા નૂપુર શિખરે સાથે બધા જ રીતી રીવાજો સાથે ભવ્ય લગ્ન કરશે. જે રાજસ્થાનના ઉદયપુરમાં થવાના છે. ઈરા અને નૂપુરના આ લગ્ન 8 જાન્યુઆરીએ ઉદયપુરમાં થશે. ત્યારબાદ બંને 13 જાન્યુઆરીએ મુંબઈમાં બીજું રિસેપ્શન આપશે જેમાં ફિલ્મ જગતના ઘણા સ્ટાર્સ હાજરી આપશે.
અહીં ઈરા ખાનનું રિસેપ્શન યોજાશે
ઈરા અને નૂપુર ના લગ્નની ભવ્ય રિસેપ્શન પાર્ટી જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે જોયાશે. તે જ સમયે, લગ્ન સ્થળ બાંદ્રાના બેન્ડસ્ટેન્ડમાં આવેલું છે, જેની નજીકમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનનું ઘર છે. હોટેલ તાજ લેન્ડ એન્ડમાં ઘણા સેલેબ્સના ફંક્શન થઈ ચૂક્યા છે. પ્રિયંકા ચોપરાનું રિસેપ્શન પણ આ જગ્યાએ થયું હતું.
સલમાન મળ્યું આમંત્રણ
મીડિયા રિપોર્ટ મુજબ બિગ ફેટ ઈન્ડિયન વેડિંગમાં માત્ર ખાન અને શિખરે પરિવારના નજીકના લોકો જ હાજરી આપશે. 13 જાન્યુઆરીએ જીઓ વર્લ્ડ સેન્ટરમાં આયોજિત રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ હાજરી આપશે. આમિર ખાનની દીકરીને આશીર્વાદ આપવા કોણ આવશે તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ, ગઈકાલે આમિર ખાન સાયરા બાનુ અને સલમાન ખાનના ઘરની બહાર જોવા મળ્યો હતો.
ઇરા ખાનના લગ્નની વિધિ
ઈરાના પ્રી-વેડિંગ ફંક્શન 2 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા છે. આમિર ખાનની બે પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ પણ સ્થળની બહાર સાથે જોવા મળી હતી. હલ્દી સેરેમનીમાં તમામ મહિલાઓ મહારાષ્ટ્રીયન સાડી પહેરેલી જોવા મળી હતી. નૂપુરની માતા અને બહેનો પણ જોવા મળી હતી.
આમિરની બંને એક્સ વાઈફ શગુન લઈને જમાઈના ઘરે પહોંચી
આમિરની બંને પૂર્વ પત્નીઓ શગુન સાથે જમાઈ નુપુર શિખરેના ઘરે પહોંચી હતી. કિરણ અને રીના બંનેએ નવ મીટરની નૌવારી સાડીમાં જબરદસ્ત લાગી રહી હતી. 3 જાન્યુઆરીએ તે બોયફ્રેન્ડ-મંગેતર નુપુર શિખર સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. હલ્દી સેરેમનીના અવસર પર આમિરની બન્ને એક્સ પત્ની કિરણ રાવ અને રીના દત્તા થનારા જમાઈના ઘરે શગુન લઈને પહોચી હતી. બંનેએ નૌવારી સાડી પહેરી હતી.
આમિર ખાનની દીકરી ઈરા ખાનના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે આજે ઈરા ખાનના હાથ પીળા થવાના છે. હલ્દી સેરેમનીના અવસર પર આમિરની બન્ને એક્સ પત્ની કિરણ રાવ અને રીના દત્તા થનારા જમાઈના ઘરે શગુન લઈને પહોચી હતી. બંને અલગ-અલગ અંદાજમાં જોવા મળી હતી. બંનેએ નૌવારી સાડી પહેરી હતી.
કિરણ અને રીના બંનેએ નવ મીટરની નૌવારી સાડીમાં જબરદસ્ત લાગી રહી હતી.
કિરણ રાવે નૌવારી સાડી સાથે ચપ્પલ પહેર્યા હતા અને વાળમાં ગજરા પણ પહેર્યા હતા. આ લુક જોયા બાદ કેટલાક યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે તેની ડ્રેસિંગ સેન્સ કેવી છે! એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે તે જેન્ટ્સ ચપ્પલ પહેરીને ઉતાવળમાં આવી છે.’
ઈરા ખાન-નુપુર શિખરેના લગ્ન
આમિર ખાનની દીકરી ઈરા ખાન તેના બોયફ્રેન્ડ અને ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે સાથે 3 જાન્યુઆરી, 2024ના રોજ લગ્ન કરવા માટે તૈયાર છે. આમિરની લાડકીએ કહ્યું કે તેણે 3 જાન્યુઆરીને તેના લગ્નની તારીખ તરીકે પસંદ કરી કારણ કે તે આ તારીખે નૂપુર સાથે ડેટ પર ગઈ હતી.
‘મોગલ’ની તૈયારી કરી રહ્યો છે આમિર?
1988માં પોતાના કરિયરની શરૂઆત કરનાર આમિર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 34 વર્ષ વિતાવ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન છેલ્લે સિલ્વર સ્ક્રીન પર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો.
આમિર આ દિવસોમાં શાસ્ત્રીય સંગીત શીખી રહ્યો છે. તે દરરોજ એક કલાક રિયાઝ કરે છે. એવી અટકળો છે કે તે ગુલશન કુમારની બાયોપિક ‘મોગલ’ માટે તૈયારી કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech