અભિનેત્રી શ્રુતિ હાસન અને બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને તેમની આગામી ફિલ્મ 'કુલી'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. શ્રુતિ અને આમિર ફિલ્મના શૂટિંગ માટે પિંક સિટી જયપુરમાં છે. તામિલ સિનેમાના દિગ્ગજ કલાકાર રજનીકાંત 'કુલી'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે.
આ પ્રોજેક્ટ દ્વારા શ્રુતિ હાસન અને આમિર ખાન પહેલીવાર સ્ક્રીન પર સાથે કામ કરતા જોવા મળશે. બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા માટે ચાહકોમાં ભારે ઉત્તેજના છે. માહિતી અનુસાર, શ્રુતિ હાસને ગઈકાલે જયપુરમાં આમિર ખાન સાથે શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ વિઝાગ અને ચેન્નાઈ તેમજ દેશના અન્ય ભાગોમાં કરવામાં આવ્યું છે.
શ્રુતિ આ ફિલ્મ માટે ઉત્સાહિત
કુલીના કેટલાક ભાગોનું શૂટિંગ કરનાર શ્રુતિ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનાગરાજ કરી રહ્યા છે. કનાગરાજે 'વિક્રમ', 'કૈથી' અને 'લિયો' જેવી શાનદાર અને સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
મળતી માહિતી મુજબ, 'કુલી'ની ટીમ હાલમાં જયપુરમાં 10 દિવસનું શૂટિંગ કરશે, જેમાં ફિલ્મના મહત્વના દ્રશ્યો શૂટ કરવામાં આવશે. 'કુલી'માં રજનીકાંત, શ્રુતિ હાસન અને આમિર ખાનની સાથે નાગાર્જુન, ઉપેન્દ્ર, સૌબિન શાહીર, સત્યરાજ, રેબા મોનિકા જ્હોન સહિતના અન્ય સ્ટાર્સ જોવા મળશે. સન પિક્ચર્સ દ્વારા નિર્મિત 'કુલી' માટે અનિરુદ્ધ રવિચંદરે સંગીત આપ્યું હતું. મલ્ટિસ્ટારર 'કુલી' આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. હવે તે સિતારે જમીન પર સાથે કમબેક કરી રહ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ શરૂઆતમાં 25 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ આમિરે હજુ સુધી આ ફિલ્મને લઈને કોઈ જાહેરાત કરી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું
December 15, 2024 02:09 PMજે મિસાઈલ અમેરિકા બનાવવામાં નિષ્ફળ નિવડ્યુ એ જ મિસાઈલ ભારતે 3 બનાવી નાખી, પાકિસ્તાન-ચીનની ચિંતા વધી
December 15, 2024 01:35 PMસેન્ટ્રલ GSTના રાજકોટ, જામનગર અને અમદાવાદમાં 25 સ્થળ પર દરોડા, 200 કરોડથી વધુની કચચોરી ઝડપાઈ
December 15, 2024 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech