મિ. પરફેક્ટનિસ્ટ આમિરે કાર્તિક આર્યન સાથે ગીતો પર લગાવ્યા ઠુમકા

  • January 31, 2023 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
આમિર ખાન પૂર્વ પત્ની કિરણ રાવ સાથે એક લગ્ન સમારંભમાં દેખાયો

ભોપાલમાં કોઇ લગ્ન સમારંભમાં સચિન પાઇલટ સાથે વાતો પણ કરી
 


બોલિવુડ પરફેક્ટનિસ્ટ આમિર ખાને તાજેતરમાં પૂર્વ પત્ની કિરણ રાવ સાથે ભોપાલમાં યોજાયેલા એક લગ્નમાં હાજરી આપી હતી. જેમાં નેતા અને કોંગ્રેસના સભ્ય સચિન પાયલટ, એક્ટર કાર્તિક આર્યન  તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. 

લગ્ન ચોક્કસ કયા સ્થળ પર યોજાયા હતા અને કોના હતા તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ આમિર ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ છે. જેમાં તે કૂર્તા પાયજામામાં જોવા મળ્યો. 

ગ્રે હેર અને બીયર્ડ લૂકમાં તે હેન્ડસમ લાગતો હતો. તેણે કાર્તિક આર્યન સાથે પંજાબી સિંગર જસબીર જસ્સીના સોન્ગ પર ડાન્સ કર્યો હતો. આટલું જ નહીં રાજા હિંદુસ્તાની'નું સોન્ગ આયે હો મેરી જિંદગી' પણ ગાયું હતું.

આમિર ખાન લગ્નમાં હાજરી આપવા ભોપાલ ગયો હતો અને કિરણ રાવને પણ ત્યાં કંઈક કામ હોવાથી તેની સાથે જોડાઈ હતી. અહીંયા અહીં આમિર સચિન પાયલટ સાથે વાત કરતા દેખાયો હતો. ફેન પેજ પરથી સામે આવેલી તસવીરોમાં ત્રણેય એક કાઉચ પર બેસીને લગ્ન મહાલતાં અને વાતો કરતાં જોવા મળ્યા. એક તસવીરમાં કિરણ શેમ્પેઈન એન્જોય કરતી દેખાઈ. આમિર ખાનને જોઈને ત્યાં હાજર કેટલાક ફેન્સે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી.

આમિર ખાને આશરે ત્રણ વર્ષ બાદ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'થી કમબેક કર્યું હતું. જેમાં તેની સાથે કરીના કપૂર અને નાગા ચૈતન્ય હતા. 1993માં આવેલી હોલિવુડની 'ફોરેસ્ટ ગમ્પ'ની આ હિંદી રિમેક પાસેથી એક્ટરને ઘણી આશા હતી. જો કે, બોક્સઓફિસ પર માંડ 50 કરોડનો વકરો કરી શકી હતી.

 લાલસિંહ ચઢ્ઢાની નિષ્ફળતા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં આમિર ખાને જાહેરાત કરી હતી કે તે એક્ટિંગમાંથી બ્રેક લેવાનો છે કારણ કે તે પરિવારના સભ્યો અને પ્રિયજનો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માગે છે. 'હું અત્યારે કંઈ કરી રહ્યો નથી. છેલ્લા કેટલાક વર્ષથી હું સતત કામ કરી રહ્યો હતો અને હવે પરિવાર સાથે સમય વિતાવવો છે. પાની ફાઉન્ડેશનનું પણ કામ ચાલી રહ્યું છે, અન્ય પણ કેટલાક કામ ચાલી રહ્યું છે. તેથી એક વર્ષ બાદ એક્ટિંગમાં પાછો આવીશ'.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application