આમિર ખાનની ફિલ્મ ગજની સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાને પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા. વર્ષ 2008માં રિલીઝ થયેલી આ ફિલ્મે લગભગ 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે 16 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બનવાના અહેવાલ છે. ખાસ વાત એ છે કે ફિલ્મનું હિન્દી વર્ઝન અને તમિલ વર્ઝન બંને એક સાથે શૂટ કરવામાં આવશે. આમિર ખાન આ ફિલ્મને લઈને નિર્માતા મધુ મન્ટેના અને અલ્લુ અરવિંદ સાથે વાતચીત કરી રહ્યા છે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો નિર્માતાઓએ આમિરને આ વિચાર રજૂ કર્યો હતો જેમાં આગળ વધતા પહેલા સ્ટોરીબોર્ડ તૈયાર કરવાની વાત કરવામાં આવી હતી. દરમિયાન અલ્લુ અરવિંદ તમિલમાં ગજની 2 બનાવવાનું વિચારી રહ્યા છે. તે આ ફિલ્મમાં સૂર્યાને મુખ્ય અભિનેતા તરીકે કાસ્ટ કરવા માંગે છે. સૂર્યાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે.
અહેવાલ મુજબ સુર્યાએ આ તક વિશે વાત કરતા કહ્યું- 'લાંબા સમય પછી, અલ્લુ અરવિંદ મારી પાસે સિક્વલનો વિચાર લઈને આવ્યા અને પૂછ્યું કે શું આ શક્ય છે? મેં કહ્યું- ચોક્કસ સર, આપણે તેના વિશે વિચારી શકીએ છીએ. જે બાદ આ અંગે ચર્ચા શરૂ થઈ હતી. જેની પ્રક્રિયા ચાલુ છે. તે ગજની 2 હોય શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અરવિંદ અને મન્ટેના હિન્દી અને તમિલ વર્ઝનને એકસાથે શૂટ કરવા માગે છે.
આ દિવસોમાં આમિર ખાન તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહી છે. આમિરની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૂર્યાની વાત કરીએ તો તે તેની ફિલ્મ કંગુવાને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech