જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે એટીએસ દ્વારા સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટની એક દિવસની ફર્ધર રિમાન્ડમાં મોબાઈલ ,બેન્ક ડીટેલ , અન્યના રજૂ કરાયેલ આધારકાર્ડ, સહિતની પૂછપરછ ચાલી રહી છે. હજી સુધી ખાસ માહિતી મળી ઙ્ગઙ્ખી.
જુનાગઢ પોલીસના તોડકાંડ મામલે જેલ હવાલે થયેલા સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટની વધુ પૂછપરછ માટે એટીએસને મળેલી એક દિવસની રિમાન્ડની મંજૂરી અંતર્ગત આજે સવારથી તરલ ભટ્ટના ઓરીજનલ મોબાઈલ, પેન ડ્રાઈવ, બેંક ડીટેલ, અને હોટલમાં ઉતરેલ જ્યારે અન્ય વ્યક્તિનું આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું સહિતની બાબતો અંગે પૂછપરછનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જોકે અગાઉ ચાર દિવસના રિમાન્ડ દરમિયાન પણ વિગતો આપી તેમાં પણ એટીએસને પૂરતા મુદ્દાઓ મળી શક્યા ન હતા જેથી વધુ એક દિવસના રિમાન્ડ માંગવામાં આવતા જુનાગઢ કોર્ટ દ્વારા એટીએસને તપાસ લંબાવતા અને અન્ય મુદ્દાઓમાં ઢીલી કામગીરી કરતા ઠપકો પણ આપ્યો હતો.
જૂનાગઢમાં એસઓજીના પી.આઈ ગોહિલ, દિપક જાની સામે બેંક એકાઉન્ટ ફ્રીઝ મામલે 25 લાખની રકમની માંગની અરજીને લઈ ફરીયાદ કરવામાં આવી હતી જેમાં બેંક એકાઉન્ટની ડીટેલ આપવામાં મુખ્ય સૂત્રધાર તરીકે સીપીઆઈ તરલ ભટ્ટનું પણ નામ પણ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરાયો હતો ત્યારબાદ સમગ્ર મામલાને ગંભીરતાને લઈ તપાસ એટીએસને સોંપવામાં આવતા એટીએસ દ્વારા તરલ ભટ્ટની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ માં પૂછપરછ બાદ જુનાગઢ કોર્ટમાં રિમાન્ડની માંગ વગર રજુ કરવામાં આવી હતી જેથી કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો. સમગ્ર મામલામાં પૂછતા દરમિયાન તરલ ભટ્ટ મગ નું નામ મરી પાડતો ન હોય જેથી એટીએસ ની ટીમ પણ તપાસમાં ગોથે ચડી છે તેમાં પણ નાસી ગયેલા એસ.ઓ.જી. પી.આઈ ગોહિલ અને સીપીઆઈ દિપક જાની પણ ફરાર હોવાથી પોલીસ ની ટીમ ઝડપવા દોડધામ કરી રહી છે. ગઈકાલે તરલ ભટ્ટના 3 દિવસના ફર્ધર રિમાન્ડની માંગ સાથે એટીએસની ટીમ કોર્ટમાં પહોંચી હતી ત્યારે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કયર્િ હતા. તરલ ભટ્ટ પાસેથી રિકવર કરાયેલ મોબાઈલ અને પેન ડ્રાઈવ ખાલી હોવાનું સામે આવતા ટીમ તપાસમાં ગોથે ચડી છે તેમજ ઇન્દોરની હોટલમાં રોકાયેલ તરલ ભટ્ટે ગાંધીનગરના રાજગોર દર્પલ અનિલ કુમારના નામનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું જેથી તે આધાર કાર્ડ બોગસ છે કે કોઈ બીજા પાસેથી લીધેલું હતું તે મામલે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તરલ ભટ્ટના મોબાઈલ ડેટા અને પેન ડ્રાઈવ ઉપરાંત સીમકાર્ડ રિકવર કરવા પણ એટીએસ દ્વારા મથામણ કરી રહી છે આજે સવારથી ટીમ દ્વારા તરલ ભટ્ટના ઓરીજનલ મોબાઈલ અને પેન ડ્રાઈવ કબજે કરવા એટીએસ ની ટીમ તપાસ હાથ ધરી રહી છે.
અગાઉ કેમ રિમાન્ડ ન માગ્યા-કેટલી બેંકની ડિટેલ મેળવી, એટીએસને કોર્ટની ફટકાર
સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટના અગાઉ રિમાન્ડ પૂર્ણ થયા બાદ એટીએસ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં ન આવી હતી જેથી, કોર્ટે તેને જેલહવાલે કર્યો હતો, ત્યારે ગઈકાલે એટીએસ દ્વારા વધુ એક વખત રિમાન્ડ માટે અરજી કરવામાં આવતા કોર્ટે એટીએસ ડીવાયએસપી ચૌધરીને ગત વખતે જ રિમાન્ડ કેમ ન માંગ્યા અને બેન્ક ડીટેલ મેળવવા બાબતે તપાસ લંબાવી રહ્યા છો તરલ ભટ્ટ જે હોટલમાં રોકાયો ત્યાં અન્યનું આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું તેનું સરનામું એટીએસ ઓફિસથી ચાર કિલોમીટર દૂર ગાંધીનગર આવેલું છે છતાં પણ એટીએસ દ્વારા કેમ કોઈ વેરીફાઈ કરવામાં આવી નથી તેમજ ફ્રીઝ કરેલ એકાઉન્ટની ડીટેલ કેમ મેળવવા નથી અને કેટલા સ્ટાફને બેંક ડીટેલ માટે મોકલ્યા છે સહિતની બાબતો અંગે કોર્ટે એટીએસને પ્રશ્નોત્તરી કરી ફટકાર લગાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech