એઇમ્સની નસિગ ઓફિસર યુવતીના આપઘાતના પ્રયાસના પ્રકરણમાં બધં બારણે રંધાતી ખીચડી
રાજકોટ એઇમ્સ જાણે વિવાદનો છંછેડાયેલો મધપૂડો બની છે, દર્દીઓની સારવારની સાફલ્ય ગાથાને બદલે વિવાદોના સમાચારોમાં વધુ ચમકી રહી છે.
તા.૧૨ના એઇમ્સની નસગ ઓફિસર યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ક્રિટિકલ હાલતમાં પાંચ દિવસની સારવાર બાદ સ્થિતિ ન સુધરતાં રાજકોટથી જોધપુર એઇમ્સમાં રીફર કરવામાં આવી છે. જુનિયર નસગ ઓફિસરના આપઘાતના પ્રયાસમાં એઇમ્સના સિનિયર નસગ ઓફિસરો ટોર્ચર કરતા હોવાથી પગલું ભયુ હોવાનો આક્ષેપ સાથેની વાત અંદરો અંદર તેના મિત્ર દ્રારા કરવામાં આવી રહી છે. આ અંગેના આજકાલના અહેવાલ બાદ રાજકોટ એઈમ્સના અધિકારીઓ અને નસગ સુપિરિયર સહિતનાઓની બધં બારણે મિટિંગોનો દૌર શ કરવામાં આવ્યો હતો અને કોઈપણ ભોગે આ મામલો દબાવી દેવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મૂળ જોધપુરની અને જામનગર રોડ ઉપર નાગેશ્વરમાં લેટ ભાડે રાખી રહેતી અને એઇમ્સમાં જુનીયર નસગ ઓફિસર તરીકે ફરજ બજાવતી હિતેશી બોરાળા નામની યુવતીએ તા.૧૨ના પોતાના લેટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવના પગલે ગાંધીનગર રહેતો મિત્ર પણ રાતોરાત રાજકોટ આવી પહોંચ્યો હતો અને તેના માતાપિતાને પણ જાણ કરવામાં આવતા જોધપુરથી રાજકોટ દોડી આવ્યા હતા. પાંચ દિવસની લાંબી સારવાર બાદ પણ સ્થિતિમાં સુધારો ન થતા નસગ ઓફિસર યુવતિને જોધપુર એઇમ્સમાં લઇ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગઈકાલે સાંજે જોધપુર ખસેડાઇ હતી. આ બનાવના પગલે સૂત્રો અને યુવતિના પરિચિતમાંથી એવી માહિતી મળી રહી છે કે, હિતીશિ પીડિયાટિ્રક વોર્ડમાં જુનિયર નસિગ કર્મચારી તરીકે ફરજ બજાવતી હતી. પરંતુ તેને ત્યાંના સિનિયર નસગ ઓફિસર સહિતના ટોર્ચર કરી વારંવાર ખુલાસાઓ લખાવતા હતા જે વોર્ડના રજીસ્ટરમાં પણ જોવા મળે છે. રીતસર ટાર્ગેટ કરતા હોય એ રીતે હેરાનગતિ કરવામાં આવતી હતી. જે દિવસે તેણીએ પગલું ભયુ એ દિવસે તેને ખુલાસો આપવા માટે બોલાવવામાં આવી હતી પરંતુ તેનો ઓફ હોવાથી ગઈ નહતી, બીજા દિવસે એઇમ્સમાં પહોંચે પહેલા જ સાંજે ફાંસો ખાઈ લીધો હતો. સૂત્રોનું માનીએ તો એવી પણ વાત સામે આવી રહી છે કે, હિતેશીએ માનસિક ટોર્ચર કરી ટારગેટ કરતા સિનિયર સામે મેટ્રન ઓફિસમાં લેખિત રજૂઆત પણ કરી હતી. પોતાને ત્રાસ આપવામાં આવતો હોવાની વાત તેના ગાંધીનગર સ્થિત મિત્રને પણ વોટસએપ મારફતે કરી હતી. આ મામલે જો યુવતીનો મિત્ર પણ આગળ આવી પુરાવા રજુ કરે તો કેટલીક ચોંકાવાનરી હકીકત ખુલી શકે છે. વાસ્તવમાં જો આજ કારણે નસગ ઓફિસર યુવતીએ પગલું ભયુ હોઈ તો પોલીસ અને એઇમ્સની કેન્દ્ર ની ટીમે ઐંડાણપૂર્વકની તપાસ કરી વાસ્તવિકતા સામે લાવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જરી છે
જોધપુર–દિલ્હી એઇમ્સના તબીબી વર્તુળોમાં રાજકોટ એઇમ્સની જ ચર્ચા
રાજકોટ એઇમ્સ હજુ ફલ પ્લેસમાં શ થઇ નથી પરંતુ વિવાદો ચરમ સીમાએ પહોંચ્યા છે, એઇમ્સની જ મહિલા પ્રોફેસરે ડાયરેકટ ડો.સીડીએસ કટોચ, તત્કાલીન એડમીન ઓફિસર જયદેવસિંહ વાળા સહીત સામે હેરાનગતિ અને વ્હાલા દવલાની નીતિના આક્ષેપો સાથે એઇમ્સની ફરિયાદ કમિટી અને મહિલા આયોગને રજૂઆત કરી હતી આ કિસ્સો પણ સમાચારોમાં ખુબ ચગ્યો હતો પરંતુ તપાસ કમિટીનો રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી ત્યાં નસગ ઓફિસર યુવતિએ ફાંસો ખાઈ લીધાની ઘટનામાં સિનિયર સ્ટાફનું ટોર્ચર હોવાની વાત સામે આવી રહી છે. આ અંગેના સમાચાર પણ આજકાલમાં પ્રસિધ્ધ થતા રાજકોટ જ નહીં પરંતુ જોધપુર, દિલ્હી એઇમ્સ સુધી સમાચારના માધ્યમથી તબીબી વર્તુળોમાં રાજકોટ એઇમ્સમાં આવું ચાલી રહ્યું છે ? એવી જ ચર્ચા સાથે એક બીજાને ફોન કરી પુચ્છા કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech