બાળકો માટે ઘાતક ન્યુમોનિયા માટે ચીન જવાબદાર: એઈમ્સ

  • November 28, 2023 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીનમાં ફેલાતા ન્યુમોનિયા પર એઈમ્સ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. એઈમ્સ એ આ માટે ચીનને સંપૂર્ણપણે જવાબદાર ગણાવ્યું છે.ચીનમાં લોક ડાઉન હટાવવા સહીતના લેવાયેલા કેટલાક નિર્ણયો થી ચેપ વધુ વકર્યો હોવાનો દાવો એઈમ્સએ કર્યો છે.

ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા, રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસ અને સાર્સ-સીઓવી-2 ચીનમાં શ્વાસ સંબંધી રોગોના બનાવોમાં વધારો કરવા માટે જવાબદાર છે. અત્યાર સુધી, આ રહસ્યમય રોગ સાથે સંબંધિત કોઈપણ પ્રકારનો નવો વાયરસ મળ્યો નથી.કોરોના મહામારી બાદ વધુ એક રોગે સમગ્ર વિશ્વને ગભરાટમાં મુકી દીધો છે. આ વખતે પણ નવો રોગ ચીનથી શરૂ થયો છે. ચીનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત લિયાઓનિંગ પ્રાંતના બાળકોમાં ન્યુમોનિયાનું જોખમ વધી રહ્યું છે. બાળકોમાં ફેફસામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં ફેલાતા ન્યુમોનિયા પર એઈમ્સ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. એઈમ્સ એ આ માટે ચીનને સંપૂર્ણપણે જવાબદાર ગણાવ્યું છે. ચીનમાં બાળકોમાં ઝડપથી ફેલાતા ન્યુમોનિયા પર એઈમ્સના મધર એન્ડ ચાઈલ્ડ બ્લોકના એચઓડી ડો. એસકે કાબરા કહે છે કે શ્વાસ સંબંધી રોગો અને ન્યુમોનિયાથી પીડિત બાળકોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી જે પ્રકારના મામલા જોવા મળ્યા છે તેને જોતા કહી શકાય કે તેમાં હવામાનની ભૂમિકા હોઈ શકે છે.


હુ એ પણ આ માટે માયકોપ્લાઝમા ન્યુમોનિયાને જવાબદાર ગણાવ્યો છે. માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા એ એક સામાન્ય બેક્ટેરિયલ ચેપ છે જે સામાન્ય રીતે નાના બાળકોને અસર કરે છે.ડો. કાબરાએ કહ્યું કે અમે માનીએ છીએ કે આ સંખ્યા સામાન્ય કરતા ઘણી વધારે છે પરંતુ ચીનમાં લેવાયેલા કેટલાક નિર્ણયો આ માટે જવાબદાર હોઈ શકે છે. હકીકતમાં, ચીને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ લોકડાઉન હટાવ્યું હતું. આવી સ્થિતિમાં, લોકડાઉન હટાવ્યા પછી પ્રથમ શિયાળામાં લોકો ચીનમાં ફરતા હોય છે. આવી સ્થિતિમાં તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે કારણ કે તેમની પાસે રોગપ્રતિકારક શક્તિ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application