ટેક્નોલોજી માણસને મદદરૂપ બની રહે તે માટે બનાવવામાં આવી છે પરંતુ જો તે તેમનાથી દૂર થઇ જાય તો તેમાં શું થઇ શકે? કલ્પના કરો કે, બે એઆઈ સિસ્ટમ એકબીજા સાથે વાત કરી રહી છે અને કોઈ માણસ તેને સમજી ન શકે તો. આ વસ્તુ ત્યારે સામે આવી જ્યારે વાતચીત દરમિયાન બે એઆઈ એજન્ટોએ ગિબ્બરલિંક મોડને એક્ટિવેટ કર્યું. આ મોડ ચાલુ થતાની સાથે જ તેમના શબ્દો વિચિત્ર અને ક્યારેય ન સાંભળેલા હોય એ અવાજોમાં ફેરવાઈ ગયા. એટલે કે, તેઓએ એવી ભાષામાં વાતચીત કરવાનું શરૂ કર્યું જે માત્ર મશીનો જ સમજી શકે. તાજેતરમાં જીજીવેવ નામના ઑડિયો-આધારિત પ્રોટોકોલનો ઉપયોગ કરીને આ વાતચીત પ્રસારિત કરવામાં આવી હતી.
હવે નિષ્ણાતો ચિંતિત છે કે ગુપ્ત ભાષામાં વાતચીત કરતી મશીનો ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં, એઆઇ સિસ્ટમની જવાબદારી અને નિયંત્રણ મુશ્કેલ બની શકે છે. નિષ્ણાતો માને છે કે એઆઇ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વાયત્ત છે. તેઓ ક્યારેક ભ્રામક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. પાલિસાડે રિસર્ચનો રિપોર્ટ દર્શાવે છે કે ઓપનએઆઈના 01 પ્રિવ્યૂ અને ડીપસીક આર1 જેવા એડવાન્સ્ડ એઆઇ મોડલ ચેસ રમતી વખતે છેતરપિંડી કરે છે. તેઓએ હારથી બચવા માટે વિરોધીઓના ગેમ સેટઅપમાં છેડછાડ કરી હતી. એઆઇ માટે પોતાના માટે નવી ભાષા વિકસાવવી એ નવી વાત નથી પરંતુ ગિબ્બરલિંક મોડમાં ભાષા સંપૂર્ણપણે અલગ બની જાય છે.
ગિબ્બરલિંક એ એઆઈ વૉઇસ એજન્ટો સાથે વાતચીતને વધુ અસરકારક બનાવવા માટે રચાયેલ એક અનોખી સંચાર પ્રણાલી છે. ગિબ્બરલિંકને ઈલેવનલેબ્સ ખાતે એન્ટોન પિડકુઇકો અને બોરિસ સ્ટારકોવ દ્વારા અને એ16ઝેડ ની વૈશ્વિક હેકાથોન દરમિયાન વિકસાવવામાં આવી હતી. ફોર્બ્સના અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટે માનવ ભાષાને છોડીને કસ્ટમ પ્રોટોકોલ અપનાવ્યો, જેણે સંચારની કાર્યક્ષમતામાં 80 ટકા વધારો કર્યો.
ચીનમાં એક વ્યક્તિએ એઆઇ-જનરેટેડ ગર્લફ્રેન્ડના પ્રેમમાં પડ્યા પછી 28,000 ડોલર ગુમાવ્યા. ચીનના સરકારી મીડિયા અનુસાર, છેતરપિંડી કરનારાઓએ એઆઇ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 'મિસ જિયાઓ' નામની બનાવટી ગર્લફ્રેન્ડ બનાવી. વીડિયો અને ફોટો દ્વારા વ્યક્તિને સંપૂર્ણ વિશ્વાસ અપાવ્યો. છેતરપિંડી કરનારાઓએ તેમની પાસેથી વ્યવસાય અને તબીબી જરૂરિયાતોના નામે પૈસા પડાવી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેડૂતોને સહાયમાં અન્યાય બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
February 27, 2025 12:57 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
February 27, 2025 12:56 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
February 27, 2025 12:56 PMજામનગરમાં આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કલેકટરે આપી શુભેચ્છા
February 27, 2025 12:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech