રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આવતીકાલથી શરૂ થનારા પાંચ દિવસીય જન્માષ્ટ્રમી પર્વના ધરોહર લોકમેળામાં સુરક્ષામાં કોઈ ચુક ન રહી જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ વખતે પોલીસ અધિકારીઓથી લઈ જવાનોની સાથે એઆઈ (આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ) ડ્રોન પણ મેળામાં બની રહેશે. સંકટ મોચન આ ડ્રોન થકી વહીવટી તત્રં મેળામાં કેટલી સંખ્યા છે, કયાં શું ચાલી રહ્યું છે તે જાણી જોઈ શકશે અને એ આધારે મેળામાં સલામતી કે સંચાલન સંબંધી તુરત જ કાર્યવાહી પણ હાથ ધરી શકાશે.
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અિકાંડમાં ૨૭ વ્યકિતઓના મૃત્યુની માનવ સર્જીત દુર્ઘટનાને લઈને આ વખતે ખુદ સરકાર પણ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા સંબંધી નિયમોની એસઓપી બહાર પાડી છે. રાજકોટ કલેકટર તંત્રથી લઈ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ છાસ ફત્પંકી ફત્પંકીને પીવા માફક સુરક્ષાની દ્રષ્ટ્રીએ કઈં જતું કરવા કે બાંધછોડ કરવા માંગતા નથી. બન્ને વિભાગ દ્રારા સંયુકત રીતે સલામતી સંબંધી ગોઠવણો કરાઈ છે. લોકમેળામાં ઓવર ક્રાઉડ ન થાય ધકકામુકકી ભીડ ન થાય તે માટે પ્રથમથી જ ૩૦ ટકા વધુ સ્પેશ રખાઈ છે.
આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સવાળા બે ડ્રોન મેળામાં રખાયા છે અને તેનો કોન્ટ્રાકટ ખાનગી એજન્સીને અપાયો છે. આ ડ્રોન મારફતે મેળામાં કેટલી સંખ્યા છે તે ખાસ સોફટવેરથી આંકડાનો ખ્યાલ આવી શકશે અને એજન્સી દ્રારા તુરત જ રીપોર્ટ વહીવટી તંત્રના જવાબદાર અધિકારી ટીમને કરાતો રહેશે. જો એઆઈ ડ્રોનમાં ઓવર ક્રાઉડનો ફીગર આવશે તો તુરતં જ એન્ટ્રી ગેઈટ બધં કરી દેવાશે. મેળામાં આવતા લોકોને અટકાવી દેવાશે. આવી જ રીતે મેળામાં ૫૭થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવાયેલા છે જેના પર સતત મોનીટરીંગ રહેશે. કંઈપણ કયાંય અજુગતું દેખાય તો પોલીસ કે કલેકટર તંત્રનો સ્ટાફ ત્યાં દોડી જશે.
મેળામાં ૧૪ ટાવર ઉભા કરાયા છે ત્યાં પોલીસ જવાનો બાયનોકયુલર સાથે સ રહેશે. ત્યાંથી મેળાના ઓવર ઓલ વ્યૂહ પર નજર રખાશે. મેળામાં સીપી, જેસીપીના માર્ગદર્શન હેઠળ ફત્પલપ્રુફ સિકયુરીટી વ્યવસ્થા ગોઠવાઈ છે. મેળામાં ડીસીપીથી પીએસઆઈ સુધીના ૪૪ અધિકારીઓ સાથે ૫૫૦ જવાનો ફરજ પર તહેનાત હશે. મેળામાં રાત્રે ૧૧.૩૦ વાગ્યે એન્ટ્રી બધં કરવામાં આવશે. પોલીસ તત્રં દ્રારા સિકયુરીટી પર્પઝથી મેળામાં ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
ગ્રાઉન્ડની ચારે તરફ ઈમરજન્સી ગેંગ–વે બનાવાયા છે. જો તાત્કાલીક મેળામાંથી બહાર નીકળવું પડે તોે ઝડપથી નીકળવું પડે તો ઝડપથી નીકળી શકાય. ફનવલ્ર્ડ તથા પોલીસ હેડ કવાર્ટર સર્કલની વચ્ચે તેમજ હેડ કવાર્ટરથી જુના એનસીસી સર્કલ વચ્ચે બે ઈમરજન્સી એકઝીટ ગેઈટ તૈયાર કરાયા છે. જયારે કોમન એન્ટ્રી, એકઝીટ માટે ફનવલ્ર્ડની બાજુમાં પોલીસ હેડ કવાર્ટર સર્કલની બાજુમાં એનસીસી ચોકની બાજુમાં તેમજ રમેશભાઈ પારેખ ઓપન થીયેટર પાછળ મળી ચાર ગેઈટ બનાવાયા છે.
ચોરી, છેડતી રોકવા તમામ પોલીસ મથકના જવાનોને રખાશે
રાજકોટના લોકમેળો મોટા અને સૌરાષ્ટ્ર્રભરમાંથી લોકો આવતા હોય ભીડભાડમાં જેબ કતરા, લફંગાઓ, ટપોરીઓ, ચીલઝડપ કરનારઓ પણ લાભ ઉઠાવતા હોય છે. આવા અસામાજીક તત્વોને અટકાવવા બ્રાંચો ઉપરાંત શહેરભરના પોલીસ મથકો સર્વેલન્સ સ્ટાફ (ડી–સ્ટાફ)ના જવાનોના મેળામાં ફરજમાં રાખવામાં આવશે જેથી તેઓ ગુનેગારો આવા તત્વોથી પરીચીત હોય મેળામાં આવા ઈસમો દેખાય તો તુરતં જ તેના પર વોચ અથવા રાઉન્ડઅપ કરી શકાય. છેડતીના કિસ્સાઓ અટકાવવા એન્ટી રોમીયો સ્કવોડ મહિલા ટીમ બનાવાઈ છે. જેમાં મહિલા પીએસઆઈ અને મહિલા પોલીસ મેળામાં ખાનગી ડ્રેસમાં રાઉન્ડ લગાવતા રહેશે વોચ રાખશે. આવા ટપોરીઓ દેખાય તો તુરતં જ કાર્યવાહી કરી શકાય.
આડા અવળા વાહનો પાર્ક કર્યા તો ટો થઈ જશે, ચાંદલો આવશે
મેળામાં ઉપરાંત ટ્રાફીક વ્યવસ્થા માટે એસીપી, ૨૪ પીએસઆઈ સાથે પોલીસ જવાનો, હોમગાર્ડ, ટીઆરબી મળી ૮૫૦થી વધુનો સ્ટાફ કાર્યરત રહેશે. ટ્રાફીક શાખા દ્રારા જાહેર કરાયેલા પાકગ પોઈન્ટસ પર જ વાહનો પાર્ક કરવા, ટુ વ્હીલર્સને હેન્ડલ લોક કરવા, નંબર પ્લેટ રાખવીે, નિયત પાકગ સ્થળો પર સીસીટીવી કેમેરા પણ ગોઠવાયા છેેે. જેથી કોઈ વાહન કોઈનું ચોરી કરે કે આડાઅવડુ લઈ જાય કોઈ પાર્ટસ કાઢે તો સીસીટીવીમાં પકડાઈ જશે. પાકગ સ્થળ સિવાય આડા અવળા કયાં વાહનો, પાર્ક કરીને મેળાની મોજ માણવા જશો તો આવા વાહનો પરત આવ્યે હાથ નહીં લાગે અને મુંઝાતા નહીં આવા ટ્રાફીક અડચણરૂપ વાહનો ટોઈંગ કરી લેવાયા હશે અને ટ્રાફીક શાખાનો દડં ભરીને વાહનો પરત લેવા પડશે વિના કારણે ચાંદલો ન કરવો હોય તો પાકગ પ્લેસમાં જ વાહનો રાખજો
બાળકોથી લઈ મોટેરાઓ સુધી સુરક્ષા સંબંધી ટીપ્સ આપી
શહેર પોલીસ દ્રારા મેળામાં આવતા બાળકોથી લઈ મોટેરાઓ સુધીનાઓ માટે સુરક્ષા સંબંધી ટીપ્સ, સુચનાઓ આપી છે. જેમાં બાળકને મેળામાં લાવો ત્યારે તેના ખીસ્સામાં નામ, એડ્રેસ, કોન્ટેકટ નંબરની ચીઠ્ઠી લખીને રાખવી જેથી બાળક ગુમ થાય તો ઓળખ મળી શકે. સોના–ચાંદીના કે કિંમતી ઘરેણા ન પહેરવા અને જો પહેરેલ હોય તો સુરક્ષીત રહે તે માટે એલર્ટ રહેવું. પાકીટ, મોબાઈલ સાચવીને રાખવા, પાકીટમાં કિંમતી વસ્તુઓ કે, વધુ નાણાં કે અગત્યના દસ્તાવેજો ન રાખવા. પાકીટમાં પોતાના કે અન્ય પરિચીતના મોબાઈલ નંબર લખવા જેથી ખોવાયને કોઈને મળે તો સંપર્ક કરી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech