ગૂગલ મેપ સાથે જોડાયું એઆઈ હવે લોકેશનની સાથે સાથે લેન્ડમાર્ક પણ !

  • December 21, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે ગૂગલ મેપ્સ દ્વારા આપણે કોઈપણ મુશ્કેલી વિના ગમે ત્યાં મુસાફરી કરી શકીએ છીએ. શહેરોની સાંકડી શેરીઓથી લઈને ગામડાના ખરાબ રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધીનો તમામ ડેટા આ એપમાં હાજર છે. દરમિયાન, ગૂગલ મેપ્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે કંપ્ની તેમાં કેટલાક ફીચર્સ ઉમેરવા જઈ રહી છે.
ખરેખર ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે કોઈ નવી જગ્યાએ જઈએ છીએ, ત્યારે આપણને એડ્રેસ સમજાતું નથી. આ સ્થિતિમાં નજીકના લોકોને કોઈ લેન્ડમાર્ક અથવા જાણીતી જગ્યાનું નામ પૂછો જેથી કરીને તેઓ આપણે જ્યાં જવું છે તે જગ્યા પર પહોચાડે છે. આવી જ નાની નાની સમસ્યાનો અંત લાવવા માટે ગૂગલ એપમાં ’એડ્રેસ ડિસ્ક્રિપ્શન’ નામનું ફીચર એડ કરવા જઈ રહ્યું છે.


તેની મદદથી, જ્યારે કોઈ તમારી સાથે પ્નિ કરેલ લોકેશન શેર કરે છે, ત્યારે તમે તેને એપમાં ઓપ્ન કરશો કે તરત જ કંપની તમને એડ્રેસની આસપાસના 5 લેન્ડમાર્ક અને જાણીતા સ્થળો વિશેની માહિતી બતાવશે. આનો ફાયદો એ થશે કે તમને અજાણ્યા સ્થળો શોધવામાં કોઈ તકલીફ નહીં પડે અને તમે સરળતાથી તમારા ડેસ્ટીનેશન પર પહોંચી શકશો. કંપ્નીએ કહ્યું કે આવતા વર્ષથી યુઝર્સને મેપમાં આ ફીચર મળવાનું શરૂ થઈ જશે.


ઉલ્લેખનીય છે કે કંપ્નીએ ગત વર્ષે ગૂગલ મેપ્સમાં સ્ટ્રીટ વ્યૂની સુવિધા રજૂ કરી હતી. તેની મદદથી તમે કોઈપણ લોકેશન લાઈવ જોઈ શકો છો, તે કેવું દેખાય છે અને આસપાસ શું છે. હવે કંપ્ની મેપ્સમાં લેન્સને સપોર્ટ કરવા જઈ રહી છે, જેના દ્વારા તમે જ્યારે કોઈ સ્ટ્રીટ વ્યૂ જોશો તો તમે અલગ-અલગ જગ્યાઓ પર ક્લિક કરીને જાણી શકશો કે ત્યાં શું હાજર છે. કંપ્ની જાન્યુઆરી 2024થી ભારતના 15 શહેરોમાં આ સુવિધા શરૂ કરશે અને તેને ધીમે ધીમે વિસ્તારવામાં આવશે.


ગૂગલ મેપ્સ ના ઉપાધ્યક્ષ અને જનરલ મેનેજર મિરીયમ ડેનિયલે જણાવ્યું કે કંપ્ની ભારતમાં ’લાઇવ વ્યૂ વોકિંગ નેવિગેશન’ ફીચર લાવી રહી છે. આ ફીચરની મદદથી તમે કોઈપણ રસ્તા પર ચાલતા જાવ, ગૂગલ મેપ્સ તમને એરો માર્ક દ્વારા ક્યાં જવું છે તેની માહિતી આપશે. એટલે કે ચાલતી વખતે તે તમને નેવિગેટ કરશે. જ્યારે તમારે ડાબે કે જમણે વળવું હોય ત્યારે તમારો ફોન વાઇબ્રેટ થશે અને જ્યારે તમે લોકેશન પર પહોંચશો ત્યારે તે પણ વાઇબ્રેટ થશે અને તમને માહિતી આપશે. આ ફીચર ભારતના 3,000 શહેરોમાંથી શરૂ થશે અને પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application