ફોબ્ર્સે તેની ૩૦ અંડર ૩૦ ની યાદીમાં આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), ગ્રીન ટેક અને સોશિયલ મીડિયાને પુન:વ્યાખ્યાયિત કરી રહેલા યુવા સંશોધકોને મુખ્ય રીતે સામેલ કર્યા છે. તેમની સરેરાશ ઉંમર ૨૭ વર્ષ છે અને તેમની પાસે ૩.૬ બિલિયન ડોલર કરતાં વધુ ભંડોળ છે. હોલીવુડ, સંગીત અને કલા જેવી રચનાત્મક શ્રેણીઓમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનારાઓને પણ સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. યાદીમાં સામેલ સૌથી નાની વયના ઉધોગસાહસિકની ઉંમર ૧૭ વર્ષ છે.
એઆઇની યાદીમાં ફાઉન્ડ્રી ટેકનોલોજીસના જેરેડ કિવસી ડેવિસ, પીકાના ડેમી ગુઓ, ચેનલિન મેંગ, સેરેના જી અને ડેટાકર્વના ચાર્લી લી, ચીમાના કિયારા અને નિખારા, એઆઈ સેટીના ડેન હેન્ડ્રીકસ, ઓપન એઆઈના જોન ગેંગનો સમાવેશ થાય છે.
ગ્રીન ટેક માટે ઓર્બિટલના સહ–સ્થાપક બેન નોવાક અને ટ્રીસ્ટન સેમેલહેક, હેલોનના રાજ લુલ્લા, નામિન શાહ અને ડેન્ટે વેઈસબોર્ટ, જુલિયા લેમ્બ, બેડરોક મટિરિયલ્સમાં કેથોડ આર એન્ડ ડીના વડાના નામ સામેલ થયા છે.
સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા અને પ્રખ્યાત વ્યકિતઓમાં કન્ટેન્ટ ક્રિએટર ડુ અફુલો, એનોલા બેડાર્ડ, ઇનોવેટર્સ ઇયાન બોગ્સ અને અન્ના નોર્ડસ્ટ્રોમ, રોયસ બ્રાનિંગ અને કિલયરસ્પેસના સહ–સ્થાપક ઓલિવર હિલ, એટર્ની ખલીલ ગ્રીન સામેલ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech