અમદાવાદ:  લગ્નની પહેલી જ રાતે પતિએ કર્યુ એવું વર્તન, કે પત્ની પહોચી પોલીસ સ્ટેશને

  • January 14, 2023 12:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી છેલ્લા સવા વર્ષથી પિયરમાં રહે છે. તેના લગ્ન વર્ષ 2019 માં ઉત્તર પ્રદેશ ખાતે થયા હતા. ત્યારબાદ તે તેના સાથે પતિ સાસુ જેઠ જેઠાણી સાથે સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી.લગ્નની પહેલી જ રાત્રે તેના પતિએ સાથે સુવા માટે ઝઘડો થયો હતો. ત્યારબાદ તેઓ બંને જ્યારે એકલા હોય અને  ત્યારે પણ તેનો પતિ કોઈ પણ જાતની વાતચીત કરતો નહોતો.

આટલું જ નહિ યુવતીને તેનો પતિ લગ્ન બાદ પતિ તરીકે વર્તન પણ ન કરતો હતો. કામધંધો મૂકીને પતિએ લાખો રૂપિયા દહેજ માંગવાની શરૂઆત કરી પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
​​​​​​​

આ યુવતીની ફોઈ સાસુ તથા તેની સાસુ જ્યારે આ યુવતી રસોડામાં અંદર જાય ત્યારે રસોડામાં ન જવાનું કહી કોઈપણ વસ્તુને અડવાની મનાઈ કરી તારા હાથનું કરેલું કોઈ પણ કામ ગમતું નથી તેમ કહી ઝઘડો કરી ત્રાસ આપતા હતા. યુવતીને માનસિક રીતે ત્રાસ આપતા હતાં.

યુવતીએ તેના પતિને નોકરી કરવાનું કહેતા તેણે કહ્યું કે તેના સસરાને આર્મીમાં નોકરી હોવાથી મિલકત ઘણી બધી છે એટલે કામ કરવાની જરૂર રહેતી નથી તેમ કહી યુવતી સાથે જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. બાદમાં યુવતીના પતિએ એક નવો ફ્લેટ અથવા 50 લાખ રૂપિયા દહેજની માંગણી કરી હતી. જે બાબતે યુવતીએ મનાઈ કરતા તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને તેને મારા મર્યો અને સળગાવી દેવાની ધમકી આપવાં લાગ્યો.પતિએ તેને તરછોડી દીધી હતી. જેથી સમગ્ર બાબતને લઈને યુવતીએ મહિલા પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application