અમદાવાદ: વચ્ચે નથી આવવાનું, નહીં તો જાનથી મારી નાખીશું...: આટલું કહીને બાપુનગરના અવારા તત્વોએ પોલીસ પર કર્યો હુમલો

  • March 02, 2023 05:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


@aajkaalteam 

અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે આવારા તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે  બાપુનગર વિસ્તારમાં મોડી રાતે બે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરીને ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો બીચક્યો છે. આ સંવેદનશીલ કિસ્સાના  પગલે પીસીઆર વાનનો પોઇન્ટ હતો ત્યારે બે શખ્સો આવ્યા હતા અને પોલીસ કર્મચારી પર હુમલો કર્યો અને  કહેવા લાગ્યા કે પોલીસને વચ્ચે આવવાનું નથી, નહીં તો જાનથી મારી નાખીશું. દરમિયાનમાં એક શખ્સ એક્ટિવા પર આવ્યો હતો, જેણે પોતાની પાસે રહેલી છરી કાઢીને પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ભીખુભાએ સિકંદર ઉર્ફે કરીમ ભુરજી ભાડભુજા તેમજ તેના ભાઇ આરીફ અબ્દુલ કરીમ ભુરજી વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. થોડા દિવસો પેહલા મારામરીની ઘટના બની હતી અને તના ઉપર પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલો વધુ સંવેદન શીલ ન બને તે માટે પ્લોસે  રાઉન્ડ ધ ક્લોક પેટ્રો‌લિંગ પણ શરૂ કર્યું હતું. 

આ દરમિયાન પીસીઆર વાનમાં પોલીસ કર્મચારીઓ મનુસાહેબની ચાલી પાસે ડ્યૂટી પર હાજર હતા ત્યારે સિકંદર ઉર્ફે કરીમ તેમજ અન્ય એક શખ્સ ‌સ્વિફ્ટ કાર લઇને આવ્યા હતા અને મનુસાહેબની ચાલીમાં રહેતા જશુજી ઠાકોરની પત્ની તેમજ માતાને ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે તારા દીકરા જશુએ અમારા સમાજના છોકરાને માર માર્યો છે અને તમારા ઘર આગળ પોલીસની ગાડી હોલ્ટ કરાવી છે. અમે જોઇએ છીએ કે તમે કેટલા દિવસ પોલીસની ગાડી તમારા ઘર પાસે હોલ્ટ કરાવો છે. તમારા છોકરા ઘરે આવશે એટલે તેમને જાનથી મારી નાખીશું. 


આ તરફ કોન્સ્ટેબલ હરદેવસિંહ અને તેમનો સ્ટાફ સિકંદરને સમજાવવા જતાં મામલો બીચક્યો હતો. સિકંદર અને તેના મિત્રએ પોલીસ કર્મચારીઓ સાથે મારામારી કરવાની શરૂ કરી દીધી હતી અને ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે પોલીસે વચ્ચે આવવાનું નથી, નહીં તો જાનથી મારી નાખીશ. સિકંદર અને તેનો મિત્ર મારામારી કરતા હતા ત્યારે તેનો ભાઇ આરીફ એક્ટિવા લઇને આવ્યા હતા અને તેણે પોલીસ કોન્સ્ટેબલ સુનીલકુમારની છાતીના ભાગે ફેંટો મારવાનું શરૂ કરી દીધુ હતું. 

આ દરમિયાન સિકંદર અને તેનો મિત્ર કાર લઇને નાસી ગયા હતા. આરીફ તેના એક્ટિવામાં છરી કાઢી હરદેવસિંગ અને સુનીલકુમારને મારી નાખવાની ધમકી આપતો હતો. પોલીસ કર્મચારીઓએ બળનો ઉપયોગ કરી આરીફને પકડવા માટે દોટ મૂકી હતી, જોકે તે એક્ટિવા લઇને જતો રહ્યો હતો, પરંતુ એક્ટિવા ‌સ્લિપ થઇ જતાં તે જમીન પર પડ્યો હતો. આરીફ જમીન પર પડી જતાં તેને ઈજા થઇ હતી, જ્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. બાપુનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application