અમદાવાદની શાનમાં થયો વધારો, ગજબનું સૌદર્ય, અદભૂત કારીગરી સાથે તૈયાર થયું બુલેટ ટ્રેન સ્ટેશન, રેલ મંત્રીએ વીડિયો કર્યો શેર

  • December 08, 2023 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદની શાનમાં ફરી એકવાર વધારો થવા જઈ રહ્યો છે. જેમાં સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે શાનદાર અને ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. ગજબનું સૌદર્ય, અદભૂત કારીગરી સાથે તૈયાર બુલેટ ટ્રેન સ્ટેશનનો વીડિયો રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.




આ સ્ટેશનની વાત કરીએ તો આ ટર્મિનલ અમદાવાદ અને મુંબઈ વચ્ચે કાર્યરત ભારતની શરૂઆતની બુલેટ ટ્રેનના મુસાફરોને સેવા આપવા માટે તૈયાર છે. આ ગજબનું સૌદર્ય ધરાવે છે તેમજ અદભૂત કારીગરી શૈલીથી કંડારવામાં આવી છે. 


અમદાવાદની શાન સમાન પ્રોજેક્ટમાં ટનલ અને અંડરસીઝ સાથે 508 KM લંબાઈની ડબલલાઈનનો સમાવેશ કરાયો છે. ખર્ચની વાત કરવામાં આવે તો આશરે રૂ.1,08,000 કરોડ થશે. જે ખર્ચમાં 81% જાપાનીઝ સોફ્ટ લોન દ્વારા વાર્ષિક 0.1% દરે લેવામાં આવશે અને જેમાં 15 વર્ષનો ગ્રેસ પીરિયડ સહિત 50-વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો નક્કી કરાયાની વિગતો સામે આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application