ગુજરાતમાં 1450 ડિલક્સ, 200 પ્રિમિયમ એસી બસ મુકાશે, દાહોદમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે

  • February 20, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બજેટમાં 1450 ડિલક્સ અને 450 મીનિ બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે. જ્યારે દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ અરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.


પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ટૂરિઝમ પોલિસી, હેરિટેજ ટૂરિઝમ પોલિસી તેમજ ગુજરાત હોમસ્ટે પોલિસી જેવી અનેક નવી પહેલને લીધે ગુજરાતે ઉત્તમ યજમાન તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. જિલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે.



પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ ધાર્મિક કામોના વિકાસ માટે ર૧૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉડ્ડયન ક્ષેત્રે દાહોદ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા ખાતેનાં હયાત એરપોર્ટનાં વિસ્તરણ માટે ૨૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુરત ઇકોનોમિક રીજીયન ખાતે હોટેલ અને બીચ રિસોર્ટ, પારસી સર્કીટ, ક્રુઝ ટુરિઝમ, બીચ હોટેલ્સ, થીમ પાર્ક, ઇકો-ટુરિઝમ એક્ટીવિટી માટે ૫૦ કરોડની જોગવાઇ.


નાના શહેરો અને આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે વીઆબિલિટી ગેપ ફંડિંગ યોજના હેઠળ ૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ભારત સરકારના ઉડે દેશ કા આમ નાગરીકના વિઝન અંતર્ગત રીઝનલ કનેક્ટિવિટી સ્કિમના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ૩૦ કરોડની જોગવાઇ. પ્રવાસન સ્થળોએ વિવિધ નવી સર્કિટ તથા વે સાઇડ પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા ૧૫ કરોડની જોગવાઇ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application