લોકસભાની ચૂંટણીના મતદાનની આડે ગણતરીના દિવસો બાકી છે, આ વખતે અણધારી રાજકીય ઉથલ-પાથલો થઇ રહી છે, એક તરફ ક્ષત્રિય સમાજની નારાજગીનો મુદ્દો અણઉકેલ્યો છે, તો બીજી તરફ ઇન્ડીયા એટલે કે મહાગઠબંધનમાં સાથે જોડાયેલા પક્ષોમાં ભંગાણ પડી રહ્યા છે, ગઇકાલે જામનગર શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ કરશન કરમુર સહિત પ૯૪ કાર્યકરોએ સાવરણાને છોડીને કેસરીયા કર્યા છે, ચૂંટણી પૂર્વે આ તમામ ફેરબદલીઓ રાજકીય પક્ષોના ગણિતને સો ટકા અસર પહોંચાડશે.
ગઇકાલે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે આપ ના શહેર પ્રમુખ કરશનભાઇ કરમુર સહિતના પ૯૪ જેટલા કાર્યકર્તાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ આશિષ સોજીત્રા અને આપ ના મહામંત્રી આશિષ કંટારીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો સમાવેશ છે.
આહીર સમાજના પૂર્વ પ્રમુખ, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પાંચ વખત ભાજપમાંથી કોર્પોરેટરની ચૂંટણી લડી ચૂકેલા કરશનભાઈ કરમુરે ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો, આમ કરમુર મુળ ભાજપ ગોત્રના જ નેતા છે અને ત્રણ દાયકા સુધી ભાજપનો જય જયકાર કરી ચૂક્યા છે.
ગઇકાલે એમણે પોતાના રાજીનામા પત્રમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીના મોવડીઓ પાસે એમણે કેટલીક માંગણીઓ કરી હતી અને વચનો અપાવવા છતાં પૂરા નહીં થતાં રાજીનામું આપ્યું હતું, તેના બીજા જ દિવસે ભાજપમાં પ્રવેશ કરી લીધો છે.
રોઝી પેટ્રોલ પંપ પાસે લોકસભાના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલય સ્થળે ગઇકાલે સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, જિલ્લા અઘ્યક્ષ રમેશ મુંગરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા,મહામંત્રી મેરામણભાઈ ભાટુ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, સાસક્ પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતનભાઈ નાખવા સહિત પૂર્વ ધારાસભ્ય, તથા પાર્ટી જોડો અભિયાન ના ઇન્ચાર્જ લાલજીભાઈ સોલંકી / પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા / પૂર્વ મેયર અમીબેન પરીખ સહિત પ્રભારી સુરેશ વસરા, ૭૮ વિધાનસભા ઇન્ચાર્જ ધર્મરાજ સિંહ જાડેજા સહિત મોરચાના અધ્યક્ષ, પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, કાર્યકર્તાઓ સહિતના આગેવાનોની હાજરીમાં કરશનભાઇ કરમુર સહિતની ટીમનો ભાજપમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.કરમુર ઉપરાંત આપના આશિષભાઈ કંટારીયા, શહેર મહામંત્રી આમ આદમી પાર્ટી જામનગર, પૂર્વ શહેર મંત્રી, પૂર્વ શહેર ભાજપ ઉપપ્રમુખ અને મીડિયા સેલના કનવિનીયર, આશિષભાઈ સોજીત્રા શહેર ઉપપ્રમુખ આપ પાર્ટી જામનગર, અશ્ર્વિનભાઈ પ્રજાપતિ શહેર ઉપપ્રમુખ આપ પાર્ટી જામનગર, મયુરભાઈ ધેડીયા લીગલ સેલ પ્રમુખ, રેખાબેન પંડ્યા પૂર્વ મંત્રી પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચો, શ્રીમતી શિતલબેન વાધેલા પૂર્વ દંડક તથા પૂર્વ કોર્પોરેટર, ભાઈલાલભાઈ પરમાર નિવૃત્ત પી.એસ.આઈ, બાબુલાલભાઈ પરમાર નિવૃત્ત એ.એસ.આઈ, અરશીભાઈ વાધ નિવૃત્ત પી.એસ.આઈ, ભગવાનજીભાઈ ભેસદડીયા નિવૃત્ત શિક્ષક, ડો.કમલાબેન ગજ્જર કોંગ્રેસ પ્રમુખ મહિલા તથા રાજસ્થાન મહાસભાના પ્રભારી, હરપાલસિંહ ગોહિલ શહેર યુવા પ્રમુખ, સુભાષ ગુજરાતી ૭૮, વિધાનસભા ઓ બિ સી પ્રમુખ, ઉપરાંત સૂર્યવંશી ટ્રસ્ટના સભ્યો, સહિત અન્ય પક્ષ ના ૫૯૪ થી વધુ કાર્યકર્તા, નેતા, હોદેદારો એ કેસરીયો અપનાવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech