પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં યુવાન ઉપર ચાર શખ્શોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કુંભારવાડા શેરી નં.૩૨માં રહેતા અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા નિઝામ મુનાફ બુખારી નામના ૨૨ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે તથા તેની પત્ની રહીશા તા. ૮-૧૦ના રાત્રે નવ વાગ્યે ચુનાભઠ્ઠા પાસે પહોચ્યા ત્યારે ઇરફાન ઇકબાલ રુંઝા ફરિયાદી નિઝામ અને તેની પત્ની સામે જોઇને ગાળો બોલવા લાગ્યો હતો આથી ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા ઇરફાન ઉશ્કેરાઇને બોલાચાલી કરવા લાગ્યો હતો તેથી ત્યાં લોકો એકત્ર થઇ જતા તેઓને છુટા પાડયા હતા.
ત્યારબાદ નિઝામ તેના મિત્ર સુલ્તાન હાન જોખીયા સાથે શીતલાચોક તરફ ગયો હતો અને ત્યાંથી સુલ્તાન નીકળી ગયા બાદ ફરિયાદી પોતાના ઘરની ગલી પાસે પહોંચ્યો એ સમયે ઇરફાન ઇકબાલ રુંઝા, અકીલ સિપાઇ તથા ફરહાન કાબાવલીયા મોપેડમાં આવી પહોંચ્યા હતા અને ત્રણે જણાએ નિઝામને માર માર્યો હતો એ દરમિયાન એક મોપેડમાં સલમાન પીરઝાદા ઉર્ફે બાપુ પણ ત્યાં આવી ગયો હતો અને લાકડા વડે તે નિઝામને માર મારવા લાગ્યો હતો. તે દરમિયાન ફરિયાદીનો ભાઇ શિરાઝ મુનાફ બુખારી, પત્ની રહીશા અને માતા શબાનાબેન ત્યાં આવી જતા શિરાઝને પણ સલમાન લાકડા વડે મારવા લાગ્યો હતો તે દરમિયાન લોકો એકત્ર થઇ જતા તેઓને છોડાવ્યા હતા અને ઇરફાને બુમો પાડીને ‘આજે તો બધા માણસોએ છોડાવેલ છે એટલે જવા દઉં છુ, હવે પછી ગમે ત્યારે મળીશ તો તને મારી નાખીશ’ તેમ કહી જતા રહ્યા હતા. ૧૦૮માં ફોન કરીને નિઝામને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે લવાયા બાદ તેણે પોતાને માર મારનારા ચારેય ઇસમો સામે કીર્તિમંદિર પોલીસમાં ગુન્હો નોંધાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech