ગરબી જોવા ગયા ત્યારે વાહન બાબતે ડખ્ખો થયો : બે શખ્સ સામે રાવ
સિકકાની ટીપીએસ કોલોનીમાં મુંગણી ગામનો યુવાન ગરબી જોવા ગયો હતો અને પરત ફરતો હતો ત્યારે બે શખ્સોએ રસ્તામાં આંતરીને અમારા પર બોલેરો ચડાવ્યો તેમ કહી જાતી પ્રત્યે હડધુત કરીને ફડાકા ઝીંકી દેતા મામલો પોલીસમાં પહોચ્યો છે. આ બે શખ્સો સામે એટ્રોસીટી સહિતની કલમ મુજબ ફરીયાદ લેવામાં આવી છે.
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા ડ્રાઇવીંગ કરતા ભરત નારણભાઇ પરમાર (ઉ.વ.24) નામના યુવાને સિકકા પોલીસમાં મુંગણી ગામના ક્રિપાલસિંહ બનેસંગ કંચવા અને સિકકાના પ્રેમદીસિંહ બ્રિજરાજસિંહ જાડેજા આ બંનેની વિરુઘ્ધ એટ્રોસીટી સહિતની કલમ મુજબ ફરીયાદ કરી હતી.
ફરીયાદી ભરતભાઇ ગઇકાલે ટીપીએસ કોલોનીમાં ગરબી જોવા માટે ગયા હતા ત્યારે કોલોનીના ગેઇટ પાસે આરોપી ક્રિપાલસિંહ તેની નંબર વીનાની ફોરવ્હીલ ફરીયાદીની બાજુમાથી લઇને નિકળેલ હોય તનો ખાર રાખી ફરીયાદી ગરબી જોઇને પરત આવતા હતા ત્યારે આરોપી ફોરવ્હીલ લઇને આવી ટીપીએસ કોલોની હોસ્પીટલ સામેના રોડ પર ફરીયાદીના બોલેરોને ઓવરટેક કરી ત્યા આગળ પોતાની ગાડી ઉભી રાખીને જાતી પ્રત્યે ફરીયાદીને હડધુત કરી હમણા થોડીવાર પહેલા ટીપીએસ કોલોનીના ગેઇટ પાસે અમારા પર તારો બોલેરો ચડાવેલ હતો તેમ કહીને ઝાપટો મારી હતી.
દરમ્યાન ક્રિપાલસિંહના સબંધી પ્રેમદીસિંહ જાડેજા નંબર વીનાની એકસેસ બાઇક લઇને આવ્યો હતો અને બંનેએ ફરીયાદીને ઝાપટો મારીને હવે બીજીવાર અમારી પર બોલેરો ચડાવ્યો છે તો જીવતો રહેવા નહીં દઉ તેમ કહી અપશબ્દો બોલી જાતી પ્રત્યે હડધુત કરીને એકબીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદના આધારે ડીવાયએસપી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech