ભેસદડ સીમમાં ઝેરી દવા ગટગટાવી શ્રમિક યુવકનો આપઘાત

  • August 16, 2023 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વતનમાં જવાની પિતાએ ના પાડતા માઠુ લાગી આવવાથી દવા પીધી : સારવારમાં દમ તોડયો

ધ્રોલના ભેસદડ ગામની સીમમાં રહેતા ખેતમજુર યુવાનને પોતાના વતનમાં જવું હોય, તેના પિતાએ હાલમાં ખેતીનું કામ હોવાથી જવાની ના પાડતા માઠું લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી, દરમ્યાન સારવારમાં રાજકોટ હોસ્પીટલ ખાતે તેમનું મૃત્યુ નિપજયુ હતું.
મુળ દાહોદના રાતડીયા ગામના વતની અને હાલ ધ્રોલના ભેસદડ સીમ શૈલેષભાઇની વાડી ખાતે રહેતા અને ખેતમજુરી કરતા પિન્ટુ બકાભાઇ નાયક (ઉ.વ.૨૧) નામના યુવાનને પોતાના વતનમાં જવું હોય, દરમ્યાન તેના પિતાએ હાલ ખેતીનું કામ હોય વતનમાં જવાની ના પાડતા પિન્ટુને મનમાં લાગી આવ્યુ હતું.
દરમ્યાન ગત તા. ૧૨ના સાંજના સુમારે ભેસદડ સીમ વિસ્તારમાં પિન્ટુભાઇએ જંતુનાશક દવા પી લેતા પ્રથમ ધ્રોલ અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતું, આ અંગે તેમના પિતા બકા દેહાંતભાઇ નાયક દ્વારા ધ્રોલ પોલીસમાં જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application