જોડીયાના ખીરી ગામના પાટીયા પાસે ટ્રેકટરે બાઇકને હડફેટે લેતા કુનડ ગામના પ્લમ્બર યુવાનને ફ્રેકચર સહિતની ઇજા પહોચી હતી આથી તેમણે ટ્રેકટરના ચાલક સામે ગઇકાલે ફરીયાદ કરી હતી.
જોડીયા તાલુકાના કુનડ ગામમાં રહેતા પ્લમ્બરનું કામ કરતા હિરેન ધીરજભાઇ નકુમ (ઉ.વ.26)એ ગઇકાલે જોડીયા પોલીસમાં ટ્રેકટર નં. જીજે3જેઆર-6047ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. 7ના સાંજના 5 વાગ્યાના સુમારે ખીરી પાટીયા પાસેના રોડ પર ઉપરોકત નંબરના ટ્રેકટરચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી અચાનક રોડ ક્રોસ કરતા ફરીયાદીના મોટરસાયકલ સ્પ્લેન્ડર નં. જીજે10ડીજી-4161ની સાથે ટ્રેકટરની ટ્રોલી અથડાતા અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં ફરીયાદી હિરેનભાઇ બાઇક સહિત નીચે પડી જતા માથા, કપાળ અને હાથના કાંડામાં ફ્રેકચર અને શરીરે નાની મોટી ઇજાઓ પહોચી હતી આથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ફરીયાદના આધારે ટ્રેકટરચાલકની ધરપકડ કરવા તપાસ લંબાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોઢવાડા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્યએ આપી ખાસ હાજરી
May 13, 2025 02:56 PMતાંત્રિકે કહ્યું આ સફેદ જિનનું બાળક છે, માતાએ બે વર્ષના પુત્રને ગટરમાં ફેંકી દીધો
May 13, 2025 02:55 PMખૂની હુમલાના કેસમાં આજીવન કેદના હુકમ સામેની અપીલમાં ભરત કુગશિયાના જામીન મંજૂર
May 13, 2025 02:46 PMપતિને અન્ય મહિલા સાથે વાત નહીં કરવાનું સમજાવતા છરી બતાવી મારી નાખવાની ધમકી
May 13, 2025 02:39 PMભારત પાકિસ્તાન ઘર્ષણની પરિસ્થિતિના પગલે જામનગરના પગડિયા માછીમારોની હાલત કફોડી બની
May 13, 2025 01:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech