BREAKING NEWS

રાજકોટથી કારમાં નવોઢા પત્નીને તેડવા જઇ રહેલા યુવકનું મૃત્યુ: અન્ય ચાર ઇજાગ્રસ્ત

  • June 09, 2026 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોકડવાથી બેડીયા જતા રોડ ઉપર બે મોટર કાર અને બાઇક વચ્ચે ટિ્રપલ અકસ્માત થતા રાજકોટથી નવોઢા પત્નીને તેડવા આવતા યુવાનનું કમકમાટી ભયુ મોત થયું. ચારને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
ગીર ગઢડા તાલુકામાં વાહન અકસ્માતના બનાવો વધ્યા છે થોડા દિવસો પહેલા ધોકડવા જસાધાર જતા રોડ ઉપર નગડિયા ગામ પાસે જસાધારના બે આશાસ્પદ યુવાનોને અજાણી મોટર કારે ટક્કર મારી હતી અને બે યુવાનોના મોત થયા હતા. તેનો આરોપી કે મોટર કાર હજુ પકડાઈ નથી ત્યાં રવિવારે રાત્રિના ગીર ગઢડા તાલુકાના ધોકડવાથી બેડીયા જતા રોડ ઉપર બે મોટર કાર અને એક ડબલ સવારીવાળી મોટર સાયકલ સાથે ત્રિપલ અકસ્માત થયો હતોેે. મોટર રોડ નીચે ઝાડીમાં ઉતરી ગઇ હતી. જેમાં મૂળ જૂનાગઢ જિલ્લ ાના બીલખા ગામના હાલ રાજકોટ રહેતા દેવલભાઈ જગદીશભાઈ ગોહિલ (ઉ.વ. ૨૧) જેના પાંચ મહિના પહેલા ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે લ થયા હતા અને તેમની પત્ની પિયર ખિલાવડ હોય તેડવા આવતા હતાં. ત્યારે મોટર કાર બીજી કાર સાથે ભટકતા ગંભીર ઈજાઓ થવાથી તેમનું સ્થળ ઉપર મૃત્યુ થયું હતું. યારે બીજી મોટરમાં મુસાફરી કરી રહેલ મનુભાઈ શેખાવા (ઉ.વ.૬૦), ચમપુભાઈ મનુભાઈ શેખાવા, મિહિર ચુડાસમા (રહે. ડાભાળી જીલ્લ ો અમરેલી) અને બાઇક ઉપર મુસાફરી કરી રહેલ વિપુલ કનુભાઈ મેવાડા (ઉ.વ.૩૦), રાહત્પલ વાલજી ભાઈ મેવાડા (ઉ.વ.૨૨) (રહે. અંબાડા તા.ગીરગઢડા)ને ગંભીર ઈજાઓ થઈ હતી તેમને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. ત્રિપલ અકસ્માત વખતે એટલો જોરદાર અવાજ આવ્યો હતો કે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતાં અને તમામને વાહનમાંથી બહાર કાઢી ૧૦૮ એબ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application