શહેરના નરસંગપરામાં કેસરી પુલ નીચે જાહેર શૌચાલય પાસે યુવક ઉપર છરીથી હત્પમલો કરવામાં આવતા થાપા, સાથળ અને પગના ભાગે ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતોઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા મિત્રએ હત્પમલો કર્યેા હતો. બનાવના પગલે પોલીસે શખ્સ સામે કાર્યવાહી કરી છે.
પ્રા વિગત મુજબ પ્રધુમન પાર્કમાં રહેતો દિપક ઉર્ફે શિવમ રણજીતભાઇ અગ્રાવત (ઉ.વ.૧૮)નો યુવક સાંજે સાડા પાંચેક વાગ્યે નરસંગપરા પાસે કેસરી પુલની નીચે આવેલા જાહેર શોચાલય પાસેથી જઈ રહ્યો હતો ત્યારે પૂર્વ મિત્ર વિમલ મળી જતા તેની પાસે આઠેક મહિના પહેલા ઉછીના આપેલા .૫ હજારની ઉઘરાણી કરતા વિમલ ઉશ્કેરાયો હતો અને ઝગડો કરી નેફામાંથી છરી કાઢી આડેધડ છ જેટલા ઘા ઝીકતા થાપા, સાથળ અને પગના ભાગે ઇજા થવાથી યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકની ફરિયાદના આધારે નાણાવટી ચોક પાસે આવાસ કવાર્ટરમાં રહેતા વિમલ નામના શખ્સ સામે ગુનો નોંધી સકંજામાં લીધો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech