BREAKING NEWS

ઉનાના ભડિયાદર ગામે ત્રણ દિવસમાં બીજી વખત દીપડાના હુમલાના મામલા માં યુવાનને ગંભીર ઈજા

  • May 25, 2026 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઊના તાલુકાના ભડિયાદર ગામે રાત્રે યુવાન ઉપર દીપડાએ હત્પમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચતા સ્થિતિ ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયેલ છે.
ઊના તાલુકાના ભડિયાદર ગામે રહેતા અલ્પેશભાઈ ભરત ભાઈ ડાંગોદરા ઉ.વ.૨૮ ઘરે રાત્રિના ફળિયામાં આવેલ બાથમમાંથી બહાર આવતા હતા ત્યારે શિકારની લાલચમાં આવેલ એક દીપડો વંડી ઠેકી ફળિયામાં બેઠેલ હતો તેણે તુરતં અલ્પેશ ભાઈ ઉપર તરાપ મારી ગળાના ભાગે પંજાના નહોર ભરાવી પછાડી દીધા હતા. અલ્પેશ ભાઈ એ રાડા રાડિ કરતા ઘરના સભ્યો બહાર આવી દીપડાને ભગાડી મુકેલ હતો દીપડો ઘરના ફળિયાની વંડી ઠેકી નાસી ગયો હતો. અને અલ્પેશ ભાઈને ઊના સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. યાં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને ઓકિસજન લેવલ ઘટતું જતું હતું. તેથી તબીબે તેમની સ્થિતિ ગંભીર જણાવેલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્રણ દિવસ પહેલા અલ્પેશ ભાઈ પોતાના મકાનની અગાસી ઉપર સુતા હતા ત્યારે પણ એક દીપડો આવી હત્પમલો કર્યેા હતો પરંતુ સામાન્ય ઇજા હોય સારવાર લીધી ન હતી. આમ એક વ્યકિત ઉપર વારંવાર દીપડાએ હત્પમલો કરતા લોકોમા ભય ફેલાઈ ગયો છે. ગામની આજુબાજુ માં દીપડાના આંટા ફેરા ખુબ વધી ગયા છે. વન વિભાગ દ્રારા દીપડાઓને પકડી લોકોને ભય મુકત કરે તેવી માગણી ઉઠી છે. વન વિભાગ એ દીપડાને પકડવા ગામ પાસે પાંજર મુકેલ છે. ઊના અને ગીર ગઢડા પંથકમાં સિંહ અને દીપડા અને મગરના હત્પમલાઓના બનાવ વધેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application