કુતિયાણામાં મિલ્કતના મનદુ:ખમાં યુવાન ઉપર તેના સગાભાઇ બે ભાભી અને ભત્રીજા સહિત પાંચ લોકોએ હુમલો કરતા હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ થયો છે.
મૂળ કુતિયાણાના બહારપુરામાં તથા હાલ પોરબંદરના એરપર્ટ સામે રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશ નાથાભાઇ ઓડેદરા નામના ૩૭ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા નાથાભાઇ ઓડેદરા મૃત્યુ પામ્યા પછી ભાઇઓની મિલ્કત બાબતે ભાગ પાડવાની વાતચીત ચાલુ હતી અને તે બાબતે નાના ઝઘડા પણ થયા હતા. તા. ૨૬-૫ના દિવ્યેશના કુતિયાણા રહેતા સબંધી જીવીબેન કડછાએ ફોન કરીને એવુ કહયુ હતુ કે, ‘તમારા ભાઇઓના મિલ્કતના ઝઘડાનું સમાધાન કરી ભાગ પાડી દઇએ’ જેથી દિવ્યેશે તેમને‘તમે અમને ન્યાય અપાવી દો’ તેમ કહ્યુ હતુ.
તા. ૨૭-૫ના બપોરે ફરીયાદી દિવ્યેશ ઓડેદરા તથા તેના મિત્રો અશ્ર્વિન માવજી બાંડીયા, રમેશ રતનશી ગોહેલ અને પ્રવીણ પ્રેમજી પાંજરી વગેરે ફરિયાદીની ક્રેટા કારમાં કુતિયાણા ગયા હતા અને બહારપુરા વિસ્તારમાં તેમના બા હંસાબેન રહેતા હોવાથી તેને મળવા ગયા હતા. જ્યાં બા હંસાબેન તથા બંને ભાભી શોભનાબેન દીપક ઓડેદરા, શોભનાબેન કા ઓડેદરા, દીપકભાઇની દીકરી મયુરી, આકાશ, ફરિયાદીના ભાઇ કાભાઇ અને તેનો દીકરો કૃણાલ બધા ઘરે હાજર હતા અને ફરિયાદી તેના બા હંસાબેન સાથે વાતચીત કરતો હતો તે દરમ્યાન તેમના સંબંધી જીવીબેન કડછાનો ફોન આવ્યો હતો અને તેઓ પણ ત્યાં ઘરે આવ્યા હતા અને મિલ્કતના ભાગ બાબતે અને સમાધાનની વાતચીત ચાલતી હતી એ દરમ્યાન દિવ્યેશનો ભાઇ કા નાથા ઓડેદરા અને ભત્રીજો આકાશ દીપક ઓડેદરા બંનેને ફરિયાદીને ‘તું ઘરે કેમ આવ્યો છે? ’ તેમ કહેતા ફરિયાદીએ, ‘હું બાના ખબર અંતર પૂછવા અને મળવા આવ્યો છું.’ તેમ કહેતા ફરિયાદીનો ભાઇ કા અને બે ભત્રીજા કૃણાલ અને આકાશ તથા બંને ભાભીઓ શોભનાબેન કાળુ અને શોભનાબેન દીપક ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ કાળુએ ધોકાવડે અને છરીથી માર માર્યો હતો. મિત્રો બચાવવા વચ્ચે આવતા તેમને ભગાડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને માર મારીને ‘આજે તો તને જવા જ નથી દેવો પતાવી જ નાખવો છેે.’ તેમ કહીને ધમકી આપી હતી. તે દરમ્યાન ફરિયાદીના કાકા માલદે ગીગા ઓડેદરા અને ફરિયાદીના ભાઇ દીપકનો મિત્ર રણુ દુદા ખુંટી આવી ગયા હતા અને તેઓએ વધારે મારથી બચાવીને કુતિયાણાની સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે ખસેડયો છે જ્યાં તે સંપૂર્ણપણે ભાનમાં છે અને તેના ભાઇ, ભત્રીજા અને ભાભી સામે હત્યાની કોશિશ સહિત કલમો હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech