ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા બે ભાઈઓની દાદાગીરી : ટ્રક રીપેરીંગ કરવાના પ્રશ્ર્ને ગેરેજવાળાને ધમકી દીધી
જામનગર નજીક નાઘેડી ગામના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટ ની ઓફિસ ધરાવતા બે બંધુઓએ પાડોશમાજ ગેરેજ ચલાવતા દલિત યુવાનને માર માર્યો હતો, અને દાદાગીરી કરી અમારા ટ્રક સૌપ્રથમ રીપેર કરવા પડશે, નહીં તો પતાવી નાખીશું તેવું કહી ઘાક ધમકી આપી હતી.
જામનગર નજીક સરમત ગામમાં રહેતા અને નાઘેડી ગામના પાટીયા પાસે ગેરેજ ચલાવતા શૈલેષ ખીમજીભાઇ ભાંભી નામના ૨૩ વર્ષના અનુસુચીત જાતીના યુવાને પોતાને ઝાપટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે, તેમજ જ્ઞાતી પ્રત્યે હડધુત કરવા અંગે પાડોશ ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા બે ટ્રાન્સપોર્ટર બંધુઓ મુળુભાઇ મેરામણભાઇ મોઢવાડિયા અને પોપટભાઈ મેરામણભાઇ મોઢવાડિયા સામે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીઓની ટ્રાન્સપોર્ટ ની ઓફિસ મારફતે આવેલા ટ્રકને તાત્કાલિક રીપેર કરી દેવા માટેનો આગ્રહ રાખ્યો હતો. જેથી પાડોશી ગેરેજ સંચાલકે તાત્કાલીક કામની ના પાડતાં અમારા ટ્રક સૌથી પહેલાં જ રીપેર કરવા પડશે, તેમ કહી ધાકધમકી આપી માર માર્યો હતો, હડધુત કર્યો હતો, ફરીયાદી તેમજ સાહેદ વિજયભાઇને બે થપ્પડો મારી કાંઠલો પકડીને અમારી ગાડી જયારે આવે ત્યારે તાત્કાલીક કામ કરી આપવાનુ રહેશે નહીતર જીવતા નહીં રહેવા દઇએ એવી દાંટી મારી હતી આ અંગે જુદી જુદી કલમો અને એટ્રોસીટી મુજબ સિકકા પોલીસમાં ફરીયાદ કરવામાં આવતા ડીવાયએસપી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
***
મુરીલા ગામ પાસે યુવાન પર હથિયારોથી હુમલો: જુની અદાવતમાં શંકરટેકરીના ચાર શખ્સો તુટી પડયા
લાલપુરના મુરીલા ગામ પાસે જુની અદાવતના કારણે જામનગરના યુવાનને હથીયારો વડે માર માર્યાની, ઇજા કર્યાની તેમજ પતાવી દેવાની ધમકી દીધાની શંકરટેકરીના ચાર શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના કિશાનચોક નજીક સુમરાચાલી પાસે ક્રિષ્નાપાર્કમાં રહેતા મોસીમ સલીમભાઇ ખફી (ઉ.વ.૨૩) નામના યુવાને લાલપુર પોલીસ સ્ટેશનમાં ગત રાત્રીના જામનગર શંકરટેકરીમાં રહેતા બોદુ ઇબ્રાહીમ ખફી, ગફાર ઇબ્રાહીમ ખફી, અલ્તાફ ઇબ્રાહીમ ખફી અને અસગર હુશેન ખફી નામના ચાર ઇસમો વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી છે.
વિગત મુજબ અગાઉ ફરીયાદી સાથે જુની અદાવતે મારામારી થયેલ હોય જે વાતનો ખાર રાખીને ગઇકાલે લાલપુર-જામનગર હાઇવે મુરીલા ગામ, સ્પીડ બ્રેકર પાસે આરોપીઓ રસ્તામાં મળી જતા ઉશ્કેરાઇ જઇ તલવાર, પાઇપ વડે ફરીયાદીને આડેધડ માર મારી શરીરના ભાગે ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી બીજી વાર માથાકુટ કરીશ તો જાનથી પતાવી દેશુ તેવી ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદના આધારે લાલપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech