પત્ની સાથે ફોનમાં ઝઘડો કરતા યુવકને પડોશી શખસોએ ઘરમાં જઈ પાઇપ–લાકડીથી માર માર્યેા
પત્ની સાથે ફોનમાં ઝઘડો કરતા યુવકને પડોશી શખસોએ ઘરમાં જઈ પાઇપ–લાકડીથી માર માર્યેા
June 12, 2026 01:44 PM
રાજકોટ બાબરાના ખંભાળા ગામે રહેતા યુવકને પડોશી પિતા–પુત્ર સહીત ત્રણ શખ્સોએ ઘરની અગાસીએ જઈ લાકડી,પાઇપથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકને ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવક અગાસીમાં પત્ની સાથે ફોનમાં ઉંચા અવાજે ઝગડો કરતો હોવાથી પડોશી પિતા–પુત્રો સહિતના આવ્યા હતા અને અમારી બહેન દીકરીઓ ફળિયામાં સૂતી હોય છે તું ગાળો કેમ બોલે છે કહી હત્પમલો કર્યેા હતો. બનાવ અંગે બાબરા પોલીસે કાર્યવાહી કરી છે.પ્રા વિગત મુજબ ખંભાળા ગામે રહેતા અનિલભાઈ કેશુભાઈ મકવાણા (ઉ.વ.૩૩)ના ગઈકાલે રાત્રીના અગાસી પર પિયરમાં રહેલી પત્નીને તેડવા બાબતે ફોનમાં પત્ની સાથે ઉંચા અવાજે ઝગડો કરી અપશબ્દો બોલતા હોય દરમિયાન બાજુમાં રહેતા પોપટભાઇ ભવાનભાઇ રાણીંગા તેનો પુત્ર કલ્પેશ, તેની સાથેના ભગાભાઇ જાગાભાઇ રાણીંગા,રતાભાઇ જોગસ્વા બધા અગાસીએ પાઇપ અને લાકડીઓ લઈને આવી તું કેમ ફોનમાં ઉંચે અવાજે વાત કરે છે અમારી બહેન દીકરીઓ ફળિયામાં સૂતી હોય અને તું ગાળો બોલે છે, આથી યુવકે આ મા ઘર છે અને મેં કયાં તમને વતાવ્યા છે કહેતા બધાએ ઉશ્કેરાઈ જઈ લાકડી અને પાઇપ વડે આડેધડ મારમારવા લાગતા યુવક રાડારાડી કરવા લાગ્યો હતો આથી ઘરના સભ્યો તેમજ અન્ય લોકો જાગી જતા બધા આવી ગયા હતા અને જતા જતા ચારેય શખસોએ ધમકી આપી હતી કે, આજે તો તું બચી ગયો પરંતુ બીજી વખત ધ્યાન રાખ જે, બાકી પૂરો કરી દઈશું, યુવકને માથામાં લોહી નીકળવા લાગતા તાકીદે બાબરા સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકે પિતા પુત્ર સહીત ચારેય સામે ફરિયાદ નોંધાવતા બાબરા પોલીસે ગુનો નોંધ્યો છે